ABP-C Voter Opinion Poll : યુપીમાં ઈન્ડિયા ગઠબંધન કેટલુ કારગર? જાણો કઈ પાર્ટીને કેટલી સીટ?

એક તરફ ઉત્તર પ્રદેશમાં બીજેપી તમામ 80 સીટો જીતવાનો દાવો કરી રહી છે તો બીજી તરફ ઈન્ડિયા એલાયન્સ નરેન્દ્ર મોદીની બીજેપીને હરાવવાની વાતો કરી રહ્યું છે.

આ સ્થિતી વચ્ચે ઉત્તર પ્રદેશને લઈને એબીપી સી વોટરનો સર્વે સામે આવ્યો છે. આ સર્વેમાં ચૌકાવનારા આંકડા સામે આવ્યા છે.

UP

ઉત્તર પ્રદેશને લઈને એબીપી-સી વોટરના સર્વે અનુસાર, યુપીમાં બીજેપી અને તેના સાથી પક્ષો એટલે કે એનડીએ 73 સીટો પર જીત મેળવી શકે છે. બીજી તરફ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસનું ઈન્ડિયા ગઠબંધન સાત સીટો પર જીત મેળવી શકે છે. એબીપી સી વોટરના ઓપિનિયન પોલમાં આ દાવો કરવામાં આવ્યો છે.

યુપીમાં સાત તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલ, બીજા તબક્કા માટે 26 એપ્રિલ, ત્રીજા તબક્કા માટે 7 મે, ચોથા માટે 13 મે, પાંચમા માટે 20 મે, છઠ્ઠા માટે 25 મે અને છેલ્લા અને સાતમા માટે 1 જૂને મતદાન થશે.4 જૂને મતગણતરી થશે.

2019ની ચૂંટણીની વાત કરીએ તો અહીં બીજેપીને 62, કોંગ્રેસને 1, BSPને 10 અને SPને 5 બેઠકો મળી છે. 2019ની ચૂંટણીમાં સપા અને બસપા વચ્ચે ગઠબંધન હતું. જો કે આ ચૂંટણીમાં સમીકરણો અલગ છે. જ્યારે બસપા એકલા હાથે ચૂંટણી લડી રહી છે તો સપા અને કોંગ્રેસ ભારતીય ગઠબંધન હેઠળ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X