For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Article 370: કાશ્મીરી વહુ ઉર્મિલાએ વ્યક્ત કરી સાસુ-સસરાની ચિંતા, મોદી સરકાર પર સાધ્યુ નિશાન

બોલિવુડની ‘રંગીલા ગર્લ' નામથી જાણીતી ઉર્મિલા માંતોડકર કે જે હવે નેતા બની ચૂકી છે તેણે અનુચ્છેદ 370 હટાવાયા બાદ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરાયા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

બોલિવુડની 'રંગીલા ગર્લ' નામથી જાણીતી ઉર્મિલા માંતોડકર કે જે હવે નેતા બની ચૂકી છે તેણે અનુચ્છેદ 370 હટાવાયા બાદ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરાયા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. ઉર્મિલાએ કહ્યુ કે તેમના પતિ છેલ્લા 22 દિવસથી કાશ્મીરમાં રહેતા પોતાના માતાપિતા સાથે વાત નથી કરી શક્યા.

કાશ્મીર માટે ઉર્મિલા માંતોડકરે વ્યક્ત કરી ચિંતા

કાશ્મીર માટે ઉર્મિલા માંતોડકરે વ્યક્ત કરી ચિંતા

લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનારી ઉર્મિલાએ નાંદેડમાં કોંગ્રેસની એક સભામાં બોલતા કહ્યુ કે અહીં વાત માત્ર કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવાની નથી પરંતુ આ ખૂબ જ અમાનવીય રીતે કરવામાં આવ્યુ જેની નિંદા થવી જોઈએ. મારા સાસુ સસરા ત્યાં રહે છે. બંનેને ડાયાબિટીઝ છે, હાઈ બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે. આજે 22મો દિવસ છે. ના તો મારા પતિ તેમની સાથે વાત કરી શકે છે. અમને કોઈ અંદાજ નથી કે શું તેમની પાસે ઘરમાં દવાઓ છે કે નહિ.

9 વર્ષ નાના મોહસિન અખ્તર સાથે ઉર્મિલાએ કર્યા છે લગ્ન

9 વર્ષ નાના મોહસિન અખ્તર સાથે ઉર્મિલાએ કર્યા છે લગ્ન

તમને જણાવી દઈએ કે ઉર્મિલા માતોંડકરે પોતાનાથી 9 વર્ષનાના મોહસિન અખ્તર સાથે લગ્ન કર્યા હતા. મોહસિન એક બિઝનેસ કરતા કાશ્મીરી પરિવારમાંથી આવે છે. ઉર્મિલાના લગ્નમાં અમુક જ લોકો શામેલ થયા હતા.

આ પણ વાંચોઃ તિહાર જેલ જવાના ડરથી સીબીઆઈ કસ્ટડીમાં જ રહવા ઈચ્છે છે પી ચિદમ્બરમઆ પણ વાંચોઃ તિહાર જેલ જવાના ડરથી સીબીઆઈ કસ્ટડીમાં જ રહવા ઈચ્છે છે પી ચિદમ્બરમ

અમુક વિસ્તારોમાં મોબાઈલ સેવા ચાલુ

અમુક વિસ્તારોમાં મોબાઈલ સેવા ચાલુ

જો કે પ્રશાસને દાવો કર્યો છે કે જમ્મુ કાશ્મીરમા સ્થિતિ સામાન્ય છે. ત્યાં અમુક વિસ્તારોમાં મોબાઈલ સેવા ચાલુ કરી દેવામાં આવી છે. વળી, આજે જુમ્માની નમાઝ માટે સુરક્ષાબળોએ ખાસ તૈયારી કરી છે. શ્રીનગરની જામિયા મસ્જિદ સહિત ઘણી મોટી મસ્જિદોમાં નમાઝ અદા કરવા પર રોક લગાવવામાં આવી છે. પ્રશાસન તરફથી લોકોને પોતાના મોહલ્લાની મસ્જિદોમાં નમાઝ અદા કરવાની અપીલ કરવામાં આવી છે.

સ્થિતિ સામાન્ય

સ્થિતિ સામાન્ય

શ્રીનગરમાં 1666માંથી 1165 દવાની દુકાનો ખુલ્લી છે. એકલા કાશ્મીર ઘાટીમાં 7630 મેડીકલ સ્ટોર છે જેમાંથી 4331 જથ્થાબંધની દુકાનો છે જેમાંથી 65 ટકા દુકાનો ખુલ્લી છે. પ્રશાસન તરફથી માહિતી આપવામાં આવ છે કે ઘાટીમાં કોઈ પણ પ્રકારની દવાની સમસ્યા નથી અને અહીં બધા 376 નોટીફાઈડ દવાઓ સરકારી દુકાનો અને પ્રાઈવેટ દુકાનો પર ઉપલબ્ધ છે. 62 જરૂરી જીવન રક્ષક દવાઓ પણ ઉપલબ્ધ છે. સેના પ્રમુખ બિપિન રાવત આજે સુરક્ષાનું નિરીક્ષણ કરવા શ્રીનગર પહોંચ્યા છે. અહીં તેમનો હેતુ લોકો સાથે વાત કરવાનો અને આગળની રણનીતિ પર કામ કરવાનો છે.

English summary
Urmila Matondkar hit out at the Centre over the security clamp-down in Jammu and Kashmir after the abrogation of Article 370.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X