બે ડબલ ડેકર બસ વચ્ચે સર્જાયો અકસ્માત, 6 લોકોના મોત, અનેક ઘાયલ

ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં એક ઝડપભેર ડબલ ડેકર બસ બીજી ડબલ ડેકર બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 6 જેટલા મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં એક ઝડપભેર ડબલ ડેકર બસ બીજી ડબલ ડેકર બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 6 જેટલા મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. 35થી વધુ મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. કેટલાકની હાલત અત્યંત ગંભીર છે.

accudent

બસ બિહારના સીતામણિથી દિલ્હી જઈ રહી હતી. પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. ઘાયલોને સીએચસી હૈદરગઢમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત નારાયણપુર ગામ પાસે થયો હતો.

ગયા મહિને પણ આ અકસ્માત થયો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મહિને પણ પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર એક અકસ્માત થયો હતો. 15 જૂનના રોજ સુલતાનપુરના દોસ્તપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર કાર-ટેન્કરની ટક્કર થઈ હતી, જેમાં 4 લોકોના મોત થયા હતા અને બે લોકો ઘાયલ થયા હતા. કારમાં છ લોકો સવાર હતા. ટેન્કર અને કાર સામસામે અથડાયા બાદ અકસ્માત સર્જાયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X