આંધ્ર પ્રદેશના કુરનૂલમાં ગોજારો અકસ્માત, 13 લોકોના મોત
આંધ્ર પ્રદેશના કુરનૂલમાં ગોજારો અકસ્માત, 13 લોકોના મોત
રવિવારે આંધ્ર પ્રદેશના કુરનૂલ જિલ્લાના વેલાદુર્તી મંડલના મદાર પુરમ ગામ પાસે નેશનલ હાઈવે 44 પર ગોજારો અકસ્માત સર્જાયો છે જેમાં 13 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે અને કેટલાય લોકો ઘાયલ થઈ ગયા છે. સ્થાનિક પોલીસ મુજબ ચિત્તૂર જિલ્લાના મદનાપાલ્લે વિસ્તારના તીર્થ યાત્રીઓની રાજસ્થાન અને અજમેરની યાત્રા દરમ્યાન ભીષણ અકસ્માત સર્જાયો છે. શ્રદ્ધાળુઓ જે મિની વેનમાં યાત્રા કરી રહ્યા હતા તેનો રવિવારે વહેલી સવારે 3.30 વાગ્યે સામેની બાજુથી આવી રહેલ ટ્રક સાથે અકસ્માત થયો. આ ઘટનામાં 14 લોકો સહિત 8 મહિલાઓ, પાંચ પુરુષો અને એક બાળકનું મોત થયું છે અને બે બાળકો સહિત અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ઘટનાની સૂચના મળતાં જ ઘટના સ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસે ઘાયલ યાત્રીઓને કુરનૂલની સરકારી જનરલ હોસ્પિટલમાં સ્થાનાંતરિત કરી દીધા, ડૉક્ટર મુજબ તેમની હાલત ગંભીર જણાવવામાં આવી છે. ખરાબ રીતે ફસાયેલી મિની વેનને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી. પોલીસે આશંકા જતાવી છે કે ટાયર ફાટ્યું હોવાના કારણે અથવા વાહન ચાલકને ઝોલો આવી ગયો હોવાના કારણે અકસ્માત થયો હોય શકે છે. ઘટના બાદ રાષ્ટ્રીય રાજ્યમાર્ગ પર યાતાયાત સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે, કેમ કે અંધારામાં દુર્ઘટનાગ્રસ્ત વાહનોને કાઢવામાં પોલીસને ઘણો સમય લાગી ગયો હતો.












Click it and Unblock the Notifications
