For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છ-સૌરાષ્ટ્રમાં ચક્રવાતની હલચલ, ભારે વરસાદની સંભાવના, 48 કલાકની એલર્ટ

સૌરાષ્ટ્ર અને કચ્છની આસપાસ ઓછા દબાણનુ ક્ષેત્ર અને ચક્રવાતીય મૂવમેન્ટ બની છે.

|
Google Oneindia Gujarati News

ચોમાસાના વરસાદે અત્યારે ગુજરાતને જળમગ્ન કરી દીધુ છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં ભારે વરસાદનો દોર યથાવત છે. આજે પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ છે. વળી, ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છની આસપાસ ઓછા દબાણનુ ક્ષેત્ર અને ચક્રવાતીય મૂવમેન્ટ બની છે જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને અન્ય આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે અને એટલા માટે અહીં લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યુ છે.

સૌરાષ્ટ્ર અને કચ્છની નજીક વાવાઝોડુ ફરી રહ્યુ છે

સૌરાષ્ટ્ર અને કચ્છની નજીક વાવાઝોડુ ફરી રહ્યુ છે

ભારતીય હવામાન વિભાગના ડેપ્યુટી ડીજી આનંદ શર્માએ મીડિયા સાથે વાત કરીને જણાવ્યુ કે સૌરાષ્ટ્ર અને કચ્છની નજીક વાવાઝોડુ ફરી રહ્યુ છે જેના કારણે ગુજરાતમાં આવતા 48 કલાકમાં ભારે વરસાદ થશે. એટલા માટે અહીં એલર્ટ જારી થયુ છે. વળી, ઝારખંડ પાસે પણ વાવાઝોડાની હલચલ છે. જો કે ત્યાં આની ચાલ ધીમી છે જ્યારે તટીય આંધ્ર પ્રદેશમાં લો-પ્રેશરની સિસ્ટમ છે જેના કારણે બિહાર અને આંધ્રપ્રદેશમાં વરસાદનો દોર ચાલુ રહેશે.

સૌરાષ્ટ્રમાં પૂર જેવી સ્થિતિ

તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રની શેત્રુંજી નદી, ભાદર, વાસવાડી, વેણુ, કંડાવતી, સોમજ, રાવલ, ઓઝત, ન્યારી, મછુંદ્રી, ઢાઢર વગેરે નદીઓ છલકાઈ રહીછે. આ તરફ બાંધ, ઓજત, ન્યારી, વેણુ, શેત્રંજી સહિત એક ડઝન બાંધા ફાટક ખોલી દેવામાં આવ્યા છે. ગુજરાતના દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં 487 મિલીમીટર વરસાદ થયા બાદ ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ પેદા થઈ છે. વળી, આવતા 24 કલાક દરમિયાન રાજકોટ, દ્વારતા, પોરબંદર અને સૌરાષ્ટ્રમાં અત્યાધિક વરસાદનુ અનુમાન છે.

અહીં પણ એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લેટેસ્ટ અપડેટમાં કહેવામાં આવ્યુ છે કે 12 કલાકમાં ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ અને ગંગીય પશ્ચિમ બંગાળમાં આંધી-તોફાન આવવા અને વીજળી પડવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે પૂર્વોત્તર રાજ્યો, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં 8 જુલાઈથી ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે 8થી લઈને 11 જુલાઈ વચ્ચે અસમ-મેઘાલયમાં 9થી 10 તારીખ વચ્ચે અરુણાચલ પ્રદેશ, ઉપહિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં જ્યારે 10 જુલાઈએ બિહારમાં અત્યાધિક વરસાદના અણસાર છે.

લદ્દાખના વિવાદિત વિસ્તારોમાંથી આજે સંપૂર્ણપણે હટી જશે ચીની સેનાઃ સૂત્ર

English summary
According to IMD low pressure area with associated cyclonic circulation in Saurashtra & Kutch.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X