For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લદ્દાખના વિવાદિત વિસ્તારોમાંથી આજે સંપૂર્ણપણે હટી જશે ચીની સેનાઃ સૂત્ર

ચીન આજે દિવસના અંત સુધીમાં પૂર્વી લદ્દાખના હૉટ સ્પ્રિંગ્ઝ સહિત વિવાદિત વિસ્તારોમાંથી સેનાને 2 કિલોમીટર પાછળ હટાવી લેશે.

|
Google Oneindia Gujarati News

ચીન આજે દિવસના અંત સુધીમાં પૂર્વી લદ્દાખના હૉટ સ્પ્રિંગ્ઝ સહિત વિવાદિત વિસ્તારોમાંથી સેનાને 2 કિલોમીટર પાછળ હટાવી લેશે. વળી, ચીન ગલવાનમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે 2 કિમી સુધી સંપૂર્ણપણે પાછી જતી રહી છે. એનડીટીવીમાં છપાયેલ સમાચાર મુજબ ગોરગા(હૉટ સ્પ્રિંગ્ઝ) વિસ્તારમાંથી પાછા હટવાનુ કામ કાલે એટલે કે બુધવાર સુધીમાં પૂરુ કરી લેવામાં આવશે. જો કે પેંગોંગ વિસ્તાર વિશે આવી કોઈ માહિતી નથી મળી શકી. ભારતે આ ત્રણ વિસ્તારોથી એટલા અંતર સુધી પોતાના સૈનિક પાછા બોલાવી લીધા છે. આ વિસ્તારને બફર ઝોન બનાવી દેવામાં આવ્યો છે.

ચીની સેના પેટ્રોલ પોઈન્ટ 14થી 1.5થી 2 કિલોમીટર પાછળ હટી

ચીની સેના પેટ્રોલ પોઈન્ટ 14થી 1.5થી 2 કિલોમીટર પાછળ હટી

સોમવારે સૂત્રોના હવાલાથી લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ચીની સેનાના પાછળ હટવાના સમાચાર આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યુ છે કે ચીની સેના ગલવાન ઘાટીમાં ઓછામાં ઓછુ એક કિલોમીટર પાછળ હટી છે. સૂત્રોએ જણાવ્યુ હતુ કે ચીની સેનાની 15 જૂનેે અથડામણવાળી જગ્યાએથી પેટ્રોલ પોઈન્ટ 14થી 1.54 કિલોમીટર પાછળ થઈ છે. સેનાના સૂત્રો તરફથી સોમવારે માહિતી આપવામાં આવી હતી કે ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ) પોતાના ટેન્ટ્સ, વ્હીકલ્સ અને જવાનોને 1-2 કિલોમીટર સુધી પાછળ હટાવી લીધા છે.

વિવાદિત જગ્યા બની બફર ઝોન

વિવાદિત જગ્યા બની બફર ઝોન

ઈન્ડિયન એક્સપ્રેસે સેનાના સૂત્રોના હવાલાથી લખ્યુ છે કે પીપી 14 પર ચીનના મિલિટ્રી કેમ્પ જેને 15 જૂનની હિંસા બાદ ફરીથી તૈયાર કરી લેવામાં આવ્યા હતા. હવે સંપૂર્ણપણે તેને હટાવી દેવામાં આવ્યુ છે. સાથે જ બધા ટેન્ટ્સ પણ હટાવી લેવામાં વ્યા છે. પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ)ના બાકી જવાન અને બધો સર સામાન પણ વ્હીકલ્સમાં ભરીને પાછો જતો રહ્યો છે. એક સીનિયર અધિકારી તરફથી જણાવવામાં આવ્યુ છે કે બંને દેશોની સેનાઓ પીપી 14થી 1.8 કિલોમીટર પાછળ હટીછે. જણાવવામાં આવી રહ્યુ છે કે હજુ બંને તરફથી 30-30 જવાન દરેક ટેન્ટમાં હાજર છે. ત્યારબાદ લગભગ એક કિલોમીટરના અંતરે બંને દેશ દરેક ટેન્ટમાં 50-50 સૈનિક રાખવા માટે રાજી થયા છે.

4 કિલોમીટરમાં નો-મેન ઝોન

4 કિલોમીટરમાં નો-મેન ઝોન

15 જૂનની અથડામણ બાદ બંને દેશો વચ્ચે થયેલી ડિપ્લોમેટિક અને આર્મી લેવલની મીટિંગ સાથે જ 48 કલાકની સતત કોશિશો બાદ ચીન રવિવારે પાછળ હટવા માટે તૈયાર થયુ. ભારતે પણ પોતાના સૈનિકોને પાછળ હટાવી લીધા. બંનેએ મળીને 4 કિલોમીટરનો નો-મેન ઝોન બનાવી લીધો છે.

દેશના આ રાજ્યોમાં બદલાશે મોસમનો મિજાજ, આંધી-તોફાન સાથે વિજળીની સંભાવનાદેશના આ રાજ્યોમાં બદલાશે મોસમનો મિજાજ, આંધી-તોફાન સાથે વિજળીની સંભાવના

English summary
According to sources China completely withdraw its troops by 2 km in contested Hot Springs area of Ladakh today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X