ત્રણ વાર CM બનવાની કોશિશ કરી ચૂક્યા છે સચિન, બહુમત મેળવવાની આ હતી યોજનાઃ સૂત્ર

કોંગ્રેસના સૂત્રોના હવાલાથી એનડીટીવીએ દાવો કર્યો છે કે સચિન પાયલટ સતત રાજ્યના મુખ્યમંત્રી બનવાની કોશિશમાં લાગેલા છે.

રાજસ્થાનમાં ચાલી રહેલ રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગહેલોતની સરકાર બચતી દેખાઈ રહી છે. જ્યાં એક તરફ અશોક ગહેલોતમાં શક્તિ પ્રદર્શન કરીને 102 ધારાસભ્યોનો દાવો કર્યો છે. ત્યાં બીજી તરફ સમાચાર આવી રહ્યા છે કે પ્રિયંકા ગાંધી સચિન પાયલટને મનાવવામાં લાગી છે. પરંતુ કોંગ્રેસના સૂત્રોના હવાલાથી એનડીટીવીએ દાવો કર્યો છે કે સચિન પાયલટ સતત રાજ્યના મુખ્યમંત્રી બનવાની કોશિશમાં લાગેલા છે. માર્ચ બાદ આ ત્રીજી વાર છે જ્યારે તેમણે ગહેલોત સરકાર પાડીને ભાજપના બહારના સમર્થનથી સરકાર બનાવવાની કોશિશ કરી છે.

સચિન પાયલટે મોદી સરકારમાં મંત્રી પદ પણ ઑફર કરાયુ હતુ

સચિન પાયલટે મોદી સરકારમાં મંત્રી પદ પણ ઑફર કરાયુ હતુ

મીડિયા રિપોર્ટસ અનુસાર સચિન પાયલટના ભાજપમાં શામેલ થવાનો કોઈ પ્લાન નહોતો. પરંતુ તેમની યોજના ભાજપના સમર્થનથી મુખ્યમંત્રી બનવાની છે. એટલુ જ નહિ સચિન પાયલટને મોદી સરકારમાં મંત્રીપદ પણ ઑફર કરવામાં આવ્યુ હતુ પરંતુ તે આના માટે રાજી થયા નહિ. સૂત્રોએ કહ્યુ કે પાયલટ પાસે 12 ધારાસભ્યોનો સમર્થન હોઈ શકે છે. જો કે પાયલટ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે તેમની પાસે લગભગ 30 ધારાસભ્યોનુ સમર્થન છે.

પાર્ટીના મોટા નેતાઓએ તેમની સાથે વાતચીત કરી મનાવવાની કોશિશ કરી

પાર્ટીના મોટા નેતાઓએ તેમની સાથે વાતચીત કરી મનાવવાની કોશિશ કરી

સૂત્રોને ડર છે કે જો ભાજપ એક પ્રયાસ કરે તો રાજસ્થાનમાં સચિન પાયલટના સહયોગથી ગહેલોત સરકાર પાડી શકાય છે. સૂત્રોએ એ પણ કહ્યુ છે કે પાર્ટીના હાઈકમાન્ડની સચિન પાયલટ સાથે વાત થઈ છે. પાર્ટીના મોટા નેતાઓએ તેમની સાથે વાતચીત કરીને તેમને મનાવવાની કોશિશ કરી છે. એટલુ જ નહિ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના એક સ્વજન સહયોગીએ હજુ એક સપ્તાહ પહેલા પાયલટ સાથે વાત કરીને મામલો ઉકેલવાની કોશિશ કરી હતી.

સરકાર બનાવવાનો આ હતો સચિનનો મેગા પ્લાન

સરકાર બનાવવાનો આ હતો સચિનનો મેગા પ્લાન

વળી, ભાજપે કહ્યુ કે પાયલટના પાર્ટીમાં શામેલ થવાની કોઈ કન્ડીશન નથી. સૂત્રો મુજબ કોંગ્રેસનુ કહેવુ છે કે પાયલટે અમુક યોગ્ય સમસ્યાઓ ઉઠાવી છે જેમનુ સમાધાન કરવા માટે પાર્ટી તૈયાર છે. અહીં સુધી કે પાર્ટી પાયલટના સમર્થનમાં જઈ રહેલા ધારાસભ્યોને તેમની પસંદના હિસાબે કેબિનેટ અને કૉર્પોરેશનમાં જવાબદારી પણ આપી શકે છે. કોંગ્રેસનુ કહેવુ છે કે તેમના દરવાજા પાયલટ માટે હજુ પણ ખુલ્લા છે. જો કે એ સ્પષ્ટ નથી કે તેમને સીએમ પદ ઑફર કરવામાં આવ્યુ છે કે નહિ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X