For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીને અભિનંદન આપતી વખતે ભૂલથી સલમાનની ફિલ્મ ‘ભારત' પ્રમોટ કરી દીધી વિવેક ઓબેરૉયે

વિવેકે ટ્વિટર પર પીએમ મોદીને શુભકામનાઓ આપતી વખતે ભૂલથી સલમાનની ફિલ્મ ‘ભારત' નું પણ પ્રમોશન કરી દીધુ. જેના માટે સોશિયલ મીડિયા પર તેમની મજાક ઉડી રહી છે.

|
Google Oneindia Gujarati News

ગુરુવારે 30 મેના રોજ નરેન્દ્ર મોદીએ બીજી વાર દેશના પ્રધાનમંત્રી રૂપે શપથ ગ્રહણ કર્યા. આ શપથ ગ્રહણ સમારંભમાં ઘણી ફિલ્મી હસ્તીઓ શામેલ થઈ અને આમાં વિવેક ઓબેરૉય પણ શામેલ હતા. વિવેક ઓબેરૉયે મોદીની બાયોપિકમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા નિભાવી છે. વિવેકે ટ્વિટર પર પીએમ મોદીને શુભકામનાઓ આપતી વખતે ભૂલથી સલમાનની ફિલ્મ 'ભારત' નું પણ પ્રમોશન કરી દીધુ. જેના માટે સોશિયલ મીડિયા પર તેમની મજાક ઉડી રહી છે. તમને જણાવી દઈએ કે વિવેક ઓબેરૉય કોઈને કોઈ કારણોસર આજકાલ સમાચારોમાં છવાયેલા રહે છે. હજુ હાલમાં જ વિવેકે પોતાની એક પોસ્ટથી સોશિયલ મીડિયા પર હોબાળો મચાવી દીધો હતો જેમાં તેમણે એક મીશ શેર કરીને સલમાન ખાન અને પોતાની એક્સ ગર્લ ફ્રેન્ડ ઐશ્વર્યા રાય સામે નિશાન સાધ્યુ હતુ. પોસ્ટ પર ઘણો વિવાદ થયા બાદ વિવેકે આ પોસ્ટને ડિલીટ કરીને બધાની માફી માંગી હતી.

આ પણ વાંચોઃ નાના વેપારીઓને મળશે 3000 માસિક પેન્શન, કેબિનેટની પહેલી બેઠકમાં આપી મંજૂરીઆ પણ વાંચોઃ નાના વેપારીઓને મળશે 3000 માસિક પેન્શન, કેબિનેટની પહેલી બેઠકમાં આપી મંજૂરી

હવે શું કર્યુ છે વિવેક ઓબેરૉયે

હવે શું કર્યુ છે વિવેક ઓબેરૉયે

વિવેકે પોતાનો એક ફોટો શેર કર્યો હતો જેમાં પીએમ મોદી તેમની સાથે જોવા મળી રહ્યા છે. આ પોસ્ટ દ્વારા વિવેકે નરેન્દ્ર મોદીને ફરીથી પ્રધાનમંત્રી બનવા માટે અભિનંદન આપ્યા હતા. આ ફોટા પર વિવેકે લખ્યુ, ‘મને ખુશી છે કે આજે મોદી ભાઈના શપથ ગ્રહણ સમારંભનો હિસ્સો બનવાનો મોકો મળ્યો. તેમના ગુજરાતના સીએમથી લઈને ભારત (#Bharat) ના પીએમ સુધીની સફર ઘણી શાનદાર છે. હું આ નાના ઈતિહાસનો હિસ્સો બનીને પોતાના પર ગર્વ અનુભવી રહ્યો છુ.'

સલમાનની ફિલ્મ ભારતનું થઈ ગયુ પ્રમોશન

સલમાનની ફિલ્મ ભારતનું થઈ ગયુ પ્રમોશન

આ ટ્વીટ કરીને વિવેકને નહોતી ખબર કે તેણે ભૂલથી સલમાન ખાનની ‘ભારત'ને પ્રમોટ કરી દીધી કારણકે તેમણે પોતાના ટ્વીટમાં #Bharatનો ઉપયોગ કર્યો. તેમણે ભારતને પણ હેશટેગ સાથે લખ્યુ જેના કારણે સલમાનની ફિલ્મ ભારતનું હેશટેગ બની ગયુ. તેમને ટ્રોલ કરવામાં આવ્યા. પોતાની ભૂલને સુધારીને વિવેકે પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી અને નવી પોસ્ટ શેર કરી.

વિવેકની ફિલ્મ પણ રહી વિવાદોમાં

ટ્વીટ્સ ઉપરાંત વિવેકની પીએમ મોદી બાયોપિક પણ સમાચારોમાં રહી હતી. પહેલા ફિલ્મ લોકસભા ચૂંટણીની શરૂઆતમાં રિલીઝ થવાની હતી પરંતુ વિપક્ષને વાંધો વ્યક્ત કરતા ચૂંટણી કમિશને ફિલ્મને લોકસભા ચૂંટણી બાદ રિલીઝ કરવાનો આદેશ આપ્યો હતો.

English summary
Vivek Oberoi once again promotes Salman Khan’s film Bharat on Twitter, deletes hashtag latter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X