નેતાજીની સામે ટીવી એક્ટ્રેસ-મોડેલના ફાડ્યા કપડા, કરાઇ રેપની કોશિશ

ધરપકડ કરાયેલા આરોપીયોએ મોડેલ પર એસિડ ફેંકવાની પણ ધમકી આપી હતી. પીડિતાની ઝખમી માતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના 20 તારીખે બની હતી. મોડેલ આરિત્રીએ પોલીસને જણાવ્યું હતું કે, હુમલાખોરોએ જાહેરમાં તેના કપડા ફાડી નાખ્યા અને તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે આરિત્રીએ હિમ્મત ન્હોતી હારી અને તેમની સામે લડતી રહી. જ્યારે આરિત્રીની મા તેને બચાવવા વચ્ચે પડી તો આરોપીયોએ તેને પણ માર માર્યો હતો.
ઘટના સમયે એક સ્થાનીય નેતા પણ અત્રે ઉપસ્થીત હતો, પરંતુ કોઇપણ મા-બેટીને બચાવવા આગળ ના આવ્યું. ઉલ્લેખનીય છે કે વર્ષ 2006માં મિસ ઇન્ડિયા ટોપ 22માં સ્થાન બનાવી ચૂકેલી ટીવીની દૂનિયામાં જાણીતી કલાકાર છે. તેણે ઘણી સીરિયલ અને એડ ફિલ્મોમાં કામ કરેલું છે.












Click it and Unblock the Notifications
