માર્ચમાં મહિનામાં દિલ્હીમાં આંદોલન કરીશું: નિતિશ

તેમને કહ્યું હતું કે વિધાનસભામાં એક પ્રસ્તાવ રજૂ કરી વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી કરી છે. આ સિવાય રાજ્યમાં લગભગ 1.25 કરોડ લોકોની સહીવાળુ યાદીપત્ર સોંપ્યું છે.
નિતિશ કુમારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે ટેકનીકલ ખામીને કારણે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જોનો નહી મળ્યો હોવાની વાત કરી છે પરંતુ તાર્કીક આધારે તે આ કારણોને બદલવા માંગતા નથી. તેમને કહ્યું હતું કે બિહાર પર્વતીય રાજ્ય નથી, ના તો સમુદ્રથી ઘેરાયેલુ નથી. જે ખાણ અને પાકૃતિક સંસાધન હતા તે ઝારખંડ જતા રહ્યા. બિહાર પાસે કંઇ હોય તો તે અહીંના મહેનતુ લોકો.
નિતિશ કુમારે કહ્યું હતું કે જો કેન્દ્ર સરકાર હજુ પણ બિહારના સાડા દસ કરોડ લોકોનો અવાજ સાંભળતી નથી તો માર્ચ મહિનામં દિલ્હીના રામલીલા મેદાનમાં રેલીનું આયોજન કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
