લૈંગેજ પોઇન્ટ તરફ આગળ વધી રહ્યું છે આદિત્ય એલ1, PSLV પ્રક્ષેપણ સચોટ: ઇસરો ચિફ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ શનિવારે તેનું પ્રથમ સૌર મિશન લોન્ચ કર્યું છે. ભારતે આદિત્ય-એલ1 લોન્ચ કરીને અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં ઈતિહાસ રચ્યો છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ભારતીય સમય અનુસાર સવારે 11:50 વાગ્યે પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું.

આદિત્યન સૌર વાતાવરણનો અભ્યાસ કરવા માટે રચાયેલ છે. તે કોરોનોગ્રાફી અવકાશયાન છે, જે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી-એક્સએલ) દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે.

S Somnath

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્વારા લેંગ્રેસ પોઈન્ટ (સૂર્ય અને પૃથ્વી વચ્ચેનો પ્રદેશ જ્યાં આકર્ષણ અને પ્રતિકૂળ શક્તિઓ સમાન હોય છે) પર સૂર્યનો અભ્યાસ કરવા માટે મોકલવામાં આવેલું તે પ્રથમ અવકાશયાન છે.

ISRO ચિફ S Somanath એ PSLV ટીમને આદિત્ય L-1 ના સફળ પ્રક્ષેપણ પર અભિનંદન પાઠવ્યા છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના વડાએ કહ્યું, "આદિત્ય L1 અવકાશયાનને લંબગોળ ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું છે. હું પીએસએલવીને અવકાશયાનને યોગ્ય ભ્રમણકક્ષામાં મૂકવા બદલ અભિનંદન આપવા માંગુ છું. પીએસએલવીએ ખૂબ જ ચોકસાઈ સાથે લોન્ચ કર્યું છે."

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X