અડવાણીએ ગાંધીનગરથી નામાંકન ભર્યું; કહ્યું મોદી બનશે PM

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 5 એપ્રિલ : આજે ભાજપના નેતા એલ કે અડવાણીએ ગાંધીનગરથી નામાંકનપત્ર ફાઇલ કર્યું હતું. આ સમયે નરેન્દ્ર મોદી તેમની સાથે હતા. અડવાણીએ જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી દેશના પ્રધાનમંત્રી બનશે.

આ પૂર્વે તેઓ અહીં તેમના નવી ઓફિસના ઉદ્દઘાટન પ્રસંગે પહોંચ્યા હતા. અહીં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે હું પહેલાથી જ ગાંધીનગરથી લડવા માંગતો હતો અને સ્વેચ્છાએ અહીંથી લડી રહ્યો છું.

modi-advni

આ સાથે અડવાણી મોદીના વખાણ કરતા કહ્યું, મોદી જ દેશના ભાવી વડાપ્રધાન હશે. ગુજરાતમાં ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ નવ એપ્રિલ છે, 30 એપ્રિલે રાજ્યમાં મતદાન થશે. અગાઉ અડવાણીએ ભોપાલથી ચૂંટણી લડવાની રજૂઆત કરી હતી. જોકે પાર્ટી અને આરએસએસના હસ્તક્ષેપ બાદ તેમણે ગાંધીનગરથી લડવાની સહમતી દર્શાવી હતી.

English summary
BJP leader L K Advani files nomination from Gandhinagar, accompanied by Narendra Modi. Advani said the Gujarat Chief Minister will become the next prime minister of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X