For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અડવાણીનો યુટર્ન, વધશે મોદી વિરોધી ભાજપી નેતાઓની મુશ્કેલી?

|
Google Oneindia Gujarati News

advani
નવી દિલ્હી, 28 જુલાઇઃ ભાજપની પ્રચાર અભિયાન સમિતિની કમાન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સોંપવામાં આવ્યા બાદ અડવાણીના વલણથી ભાજપમાં ભૂંકપ જેવી સ્થિતિ સર્જાઇ હતી. તેમણે નારાજ થઇને પક્ષના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. જો કે, સંઘની દખલગીરી બાદ તેઓ શાંત થઇ ગયા હતા, પરંતુ શનિવારે જે ઉત્સાહ અને જુસ્સા સાથે તેમણે પક્ષને સંબોધિત કર્યો, તેનાથી એવું લાગી રહ્યું છે કે, તેઓ ક્યારેય પક્ષની નારાજ નહોતા. અડવાણીએ નાગપુરમાં સંઘના પ્રમુખ સાથે અનેક મુદ્દાઓ પર સવિસ્તાર ચર્ચા કરી હતી.

સંઘ તરફથી તેમને સ્પષ્ટ સંદેશ મળ્યો હતો કે પહેલા પાર્ટીમાં એકતા દર્શાવો. અડવાણીના આ બદલાયેલા વલણથી પક્ષમાં પણ એક સારો સંદેશો વહેતો થયો છે, પરંતુ ભાજપના એ નેતાઓના મનમાં શું ચાલી રહ્યું હશે, જે અડવાણીની ઉપેક્ષાનો હવાલો આપીને પક્ષ પર સતત હુમલો કરી રહ્યાં હતા. શત્રુઘ્ન સિન્હાએ આ જ અઠવાડિયે પક્ષ વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. નરેન્દ્ર મોદીનો વિરોધ ભાજપના અનેક નેતાઓ અડવાણીનો સહારો લઇને કરી રહ્યાં હતા. હવે અડવાણીના આ બદલાયેલા વલણથી એ નેતાઓની શું હાલત થશે?

લાલકૃષ્ણ અડવાણીએ શનિવારે ઉત્સાહ અને જુસ્સાથી ભરપૂર જોવા મળ્યા. પક્ષમાં જ ફ્રન્ટલ સંગઠન એસસી-એસટી મોર્ચાની નેશનલ એક્ઝિક્યૂટિવ મીટિંગમાં તેમણે આવનારી લોકસભા ચૂંટણીમાં માત્ર રેકોર્ડ જીત જ હાંસલ નહીં કરે પરંતુ આરએસએસના પણ ભરપૂર વખાણ કર્યાં. આરએએસના વખાણ કરતુ નિવેદન હાલ એ માટે ચર્ચામાં છે, કારણ કે માનવામાં આવી રહ્યું હતું કે સંઘ સાથેના તેમના સંબંધો સારા રહ્યાં નથી.

અત્રે એ વાત નોંધનીય છે કે, નરેન્દ્ર મોદીના વધતા કદથી ભાજપમાં જ એવા ઘણા નેતાઓ છે કે જે ના છૂટકે તેમની લોપપ્રિયતાની વાતો કરી રહ્યાં છે, પરંતુ જ્યારે તેમને લાગ્યું કે અડવાણી પણ મોદીની વિરોધમાં છે ત્યારે તેમણે જાહેરમાં આવીને વિરોધ કરવાનું શરૂ કર્યું, જો કે, હવે હાલત એવી થઇ છે કે, અડવાણીએ જ થોડાક સમય પહેલા જે કંઇ પણ બન્યુ હતું તેને ભુલાવી દીધું છે અને તેના કારણે એ નેતાઓ કે જે જાહેરમાં મોદીના પ્રધાનમંત્રી પદની ઉમેદવારીને લઇને વિરોધ કરી રહ્યાં હતા તેમની મુશ્કેલીઓમાં વધારો કરી દેશે, બની શકે છે કે અડવાણીના યુટર્નના કારણે આ નેતાઓ ના ઘરના અને ના ઘાટના રહે.

English summary
On saterday BJP senior leader LK Advani too uturn and praises RSS. this is a clear indication that he was forget every thing who happen in goa meet, but his statement on RSS will increasing some problem for unti narndra modi bjp leaders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X