સંઘ સાથેની બેઠક બાદ માની જશે અડવાણી?!

બીજેપીમાં પ્રધાનમંત્રી પદની ઉમેદવારીને લઇને હોબાળો મચેલો છે. બીજેપીમાં એક વર્ગ 2014ની સામાન્ય ચૂંટણી પહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ કરવા માગે છે, પરંતુ અડવાણી તેના વિરોધી છે. તેમણે મોદીનો વિરોધ કરતા ગોવાની બેઠક દરમિયાન પાર્ટીના ઉચ્ચ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું હતું.
ટીકાકારોના માનવા પ્રમાણે અડવાણી પોતે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનવા માંગે છે, પરંતુ તેમને પાર્ટી અને સંઘ તરફથી કોઇ ખાસ સમર્થન નથી મળી રહ્યું. બીજેપી કાર્યકર્તાઓમાં પણ તેમના નામને લઇને જોશ દેખાઇ રહ્યો નથી.
બીજેપીએ 2009ના ચૂંટણી અડવાણીના નેતૃત્વમાં લડી હતી, પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો. સવાલ એ છે કે આ બેઠક બાદ અડવાણીની નારાજગી કેટલે અંશે દૂર થશે અને તેઓ મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર માટે રજૂ કરવા રાજી થશે કે નહીં.












Click it and Unblock the Notifications
