અફઘાનિસ્તાનથી પાછા આવેલા 16 લોકો કોરોના પૉઝિટિવ, દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા હરદીપ સિંહ પુરી
નવી દિલ્લીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી બાદથી ત્યાંના લોકોની સ્થિતિ દયનીય બની ગઈ છે. લોકો કોઈ પણ ભોગે અફઘાનિસ્તાનની બહાર નીકળીન કોઈ અન્ય દેશમાં શરણ લેવા માંગે છે. ભારત સરકારે પણ ત્યાંના લઘુમતીઓ(હિંદુ અને સિખ)ને પોતાને ત્યાં શરણ આપવાનુ એલાન કર્યુ છે. આ ક્રમમાં અત્યાર સુધી ઘણા અફઘાની ભારત પહોંચી ચૂક્યા છે. કોરોના વાયરસ સંકટને જોતા અફઘાનથી આવી રહેલા લોકોનો કોવિડ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે અને તેમને 14 દિવસ માટે ક્વૉરંટાઈન કરવામાં આવી રહ્યા છે.
આ દરમિયાન એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મંગળવારે અફઘાનિસ્તાનથી ભારત પહોંચનાર 78માંથી 16 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ચિંતાજનક વાત એ છે કે એરપોર્ટ પર સિખો અને હિંદુઓના સ્વાગત માટે પહોંચેલા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી પણ સંક્રમિત લોકોના સંપર્કમાં આવ્યા હતા. સંક્રમિતોમાં એ ત્રણ સિખ પણ શામેલ છે જે પોતાની સાથે અફઘાનિસ્તાનથી ઘણી ગુરુદ્વારાથી ગુરુ ગ્રંથ સાહિબ લાવ્યા હતા. જણાવવામાં આવી રહ્યુ છે કે કોરોના પૉઝિટિવ મળેલા 16 લોકો લક્ષણો વિનાના દર્દી હતા.
ઉલ્લેખનીય છે કે તાલિબાનના કબજા બાદ ભારત પોતાના પડોશી દેશ અફઘાનિસ્તાનમાંથી પોતાના નાગરિકોને બહાર લાવવા માટે રોજ વિશેષ ઉડાનો ચલાવી રહ્યુ છે. 23 ઓગસ્ટના રોજ આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ એક દિશાનિર્દેશ અનુસાર અનિવાર્ય ક્વૉરંટાઈન શરૂ કરવામાં આવ્યુ હતુ. નિર્દેશમાં કહેવામાં આવ્યુ હતુ કે અફઘાનિસ્તાનથી ભારત આવતા લોકોને નજફગઢમાં ભારત તાલિબાન તિબેટ સીમા પોલિસ (આઈટીબીપી)ના છાવલા શિબિરમાં ઓછામાં ઓછા 14 દિવસ માટે ઈન્સ્ટીટ્યુશનલ ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે. અફઘાનિસ્તાનની સ્થિતને જોતા અનિવાર્ય પ્રી-બોર્ડિંગ આરટી-પીસીઆર પરીક્ષણથી છૂટ આપવામાં આવી છે જે સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે અનિવાર્ય હોય છે.