For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રવીશ કુમારને મળ્યો 2019નો રેમન મેગ્સેસે અવોર્ડ, 12 વર્ષ બાદ કોઈ ભારતીયને મળ્યું આ સન્માન

રવીશ કુમારને મળ્યો 2019નો રેમન મેગ્સેસે અવોર્ડ, 12 વર્ષ બાદ કોઈ ભારતીયને મળ્યું આ સન્માન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ એનડીટીવીના મેનેજિંગ એડિટર રવીશ કુમારને વર્ષ 2019નો રેમન મેગ્સેસે અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. વરિષ્ઠ પત્રકાર રવિશ કુમારને આ સન્માન હિંદી ટીવી પત્રકારિતામાં તેમના મહત્વના યોગદાન બદલ મળ્યો છે. રવીશ કુમાર આ સન્માન મેળવનાર છઠ્ઠા પત્રકાર છે. રેમન મેગ્સેસે અવોર્ડને એશિયાનો નોબેલ પુરસ્કાર પણ કહેવાય છે અને આ પુરસ્કાર એશિયાના વ્યક્તિઓ અને સંસ્થાઓને તેમના ક્ષેત્રમાં કરેલ ઉલ્લેખનીય કાર્યો માટે આપવામાં આવે છે.

ravish kumar

વરિષ્ઠ પત્રકાર રવીશ કુમારને આ પુરસ્કાર મળ્યા બાદ ચોતરફથી શુભેચ્છા સંદેશ મળી રહ્યા છે. દિલ્હીના ડેપ્યૂટી સીએણ મનીષ સિસોદિયાએ પણ રવીશ કુમારને શુભેચ્છા પાઠવતા ટ્વીટ કર્યું, કે, 'બધાઈ રવીશ કુમાર.. પત્રકારિતા અને ચાટુકારિતામાં અંતર નથી બચ્યો, એવા સમયે પત્રકાર બની રહેવા માટે અને તમામ વિરોધો છતાં પોતાના પત્રકાર ધર્મ પર અળ્યા રહેવા માટે ખુબ ખુબ શુભેચ્છા.'

જ્યારે વરિષ્ઠ પત્રકાર ઓમ થાનવીએ પણ રવીશ કુમારને શુભેચ્છા પાઠવી. તેમણે ટ્વીટ કર્યું કે, શાનદાર ખબર છે. બુલંદ અને સંજીદા પત્રકાર રવીશ કુમારને એશિયાનો નોબેલ મનાતો રેમન મેગ્સેસે અવોર્ડ મળ્યો છે. ખુબ શુભેચ્છાઓ તેમને પણ, તમને પણ. તેઓ ગૌરકિશોર ઘોષ, બીજી વર્ગીજ, પી. સાંઈનાથના પ્રાંતમા પ્રતિષ્ઠિત થયા. તેમના જેવા નિર્ભીક બેધડક પત્રકાર આજે દેશમાં ક્યાં છે.'

સીએમ કેજરીવાલે પણ રવીશ કુમારને શુભેચ્છઆ પાઠવતા ટ્વીટ કર્યું, જેમાં તેમણે લખ્યું કે રવીશ કુમારને 2019નો રેમન મેગ્સેસે પુરસ્કાર મળવાના અહેવાલ સાંભળી પ્રસન્નતા થઈ. હું રવીશનું મેગ્સેસે પુરસ્કાર વિજેતાઓના ક્લબમાં સ્વાગત કરું છું અને ઉમ્મીદ કરું છું કે પોતાની બહાદુર પત્રકારિતાને આવા ખરાબ સમયમાં પણ મજબૂતી સાથે આગળ વધારશે.

જણાવી દઈએ કે 12 વર્ષ બાદ કોઈ ભારતીય પત્રકારને આ પુરસ્કાર મળ્યો છે. રવીશ કુમાર પહેલા વર્ષ 2017માં પી. સાઈનાથને પત્રકારિતાના ક્ષેત્રમાં ઉલ્લેખનીય કાર્યો માટે મેગ્સેસે પુરસ્કાર મળ્યો હતો. રવીશ કુમાર સિવાય 2019ના રોમન મેગ્સેસે પુરસ્કારના ચાર અન્ય વિજેતાઓમાં મ્યાનમારના કો સ્વે વિન, ફિલીપીંસથી રેમુંડો પુજાંતે કૈયાબ, થાઈલેન્ડથી અંગખાના નીલાપજીત અને દક્ષિણ કોરિયાથી કિમ જોંગ શામેલ છે.

ભારે વરસાદના કારણે ગુજરાત બેહાલ, વડોદરામાં આજે પણ એલર્ટ, શાળા-કોલેજો બંધભારે વરસાદના કારણે ગુજરાત બેહાલ, વડોદરામાં આજે પણ એલર્ટ, શાળા-કોલેજો બંધ

English summary
after 12 year a indian journalist ravish kumar won ramon magsaysay award
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X