પીએમ મોદીની અપીલ પર અમિત શાહનો નિર્ણય, હવે CAPF કેન્ટીનમાં વેચાશે માત્ર સ્વદેશી ઉત્પાદન

અમિત શાહે કહ્યુ કે કાલે પ્રધાનમંત્રીએ અપીલ કહી હતી કે સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપો અને ભારતને આત્મનિર્ભર બનાવો.

કોરોના સંકટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક પેકેજનુ એલાન કર્યુ. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ સ્વદેશી અપનાવવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રીની અપીલને આગળ વધારીને ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે કાલે પ્રધાનમંત્રીએ અપીલ કહી હતી કે સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપો અને ભારતને આત્મનિર્ભર બનાવો. પીએમ મોદીની અપીલ બાદ ગૃહ મંત્રાલયે નિર્ણય કર્યો છે કે બધી આર્મ્ડ પોલિસ ફોર્સની કેન્ટીનમાં 1 જૂન 2020થી માત્ર સ્વદેશી ઉત્પાદનોનુ વેચાણ કરવામાં આવશે.

50 લાખ પરિવાર અપનાવશે સ્વદેશી

50 લાખ પરિવાર અપનાવશે સ્વદેશી

ગૃહમંત્રીના એલાન બાદ તમામ પોલિસ ફોર્સની કેન્ટીનમાં 50 લાખ પરિવાર અને લગભગ 10 લાખ સીપીએફના જવાન સ્વદેશી ઉત્પાદનોની જ ખરીદી કરી શકશે. આ બાબતે અમિત શાહે એક ટ્વિટ પણ કર્યુ છે જેમાં તેમણે લખ્યુ છે, હું દેશની જનતાને પણ અપીલ કરુ છુ કે તમે દેશમાં બનેલા ઉત્પાદનોનો વધુમાં વધુ ઉપયોગમાં લો તેમજ અન્ય લોકોને પણ આના પ્રત્યે પ્રોત્સાહિત કરો. દરેક ભારતીય જો ભારતમાં બનેલા ઉત્પાદનો(સ્વદેશી)નો ઉપયોગ કરવાનો સંકલ્પ લે તો પાંચ વર્ષોમાં દેશનુ લોકતંત્ર આત્મનિર્ભર બની શકે છે.

દેશમાં બનેલા ઉત્પાદનો અપનાવો

દેશમાં બનેલા ઉત્પાદનો અપનાવો

મંગળવારે દેશના નામ સંબોધનમાં પીએેમે કહ્યુ હતુ, હું દેશની જનતાને પણ અપીલ કરુ છુ કે તમે દેશમાં બનેલા ઉત્પાદનોનો વધુમાં વધુ ઉપયોગ કરો તેમજ અન્ય લોકોને પણ આના પ્રત્યે પ્રોત્સાહિત કરો. ભારતીય જો ભારતમાં બનેલા ઉત્પાદનો(સ્વદેશી)નો ઉપયોગ કરવાનો સંકલ્પ કરે તો પાંચ વર્ષમાં દેશનુ લોકતંત્ર આત્મનિર્ભર બની શકે છે.

લોકલને વોકલ

લોકલને વોકલ

પ્રધાનમંત્રીએ અપીલ કરીને કહ્યુ કે આજથી દરેક ભારતવાસીને પોતાના લોકલ માટે વોકલ બનવાનુ છે. માત્ર લોકલ પ્રોડક્ટ જ ખરીદવાની છે અને તેનો ગર્વથી પ્રચાર પણ કરવાનો છે. મને પૂરો વિશ્વાસ છે કે આપણે દેશ આવી કરી શકે છે. પીએમ મોદીનુ કહેવુ છે કે એટલા માટે હંમેશા આપણે લોકલ પ્રોડક્ટને પ્રોત્સાહન આપવાનુ છે. આપણે તેમની પાસેથી ખરીદી કરીને લોકલ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવુ જોઈએ. પીએમ મોદીએ કહ્યુ કે આપણે લોકલને ગ્લોબલ બનાવવાનુ છે. પીએમે કહ્યુ કે આજથી દરેક ભારતવાસીએ લોકલ માટે વોકલ બનવાનુ છે એટલે કે સામાન ખરીદવા સાથે તેનો ખૂબ પ્રચાર પણ કરવાનો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X