For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક્ઝિટ પોલ બાદ સટ્ટા બજારમાં કેવા છે ભાજપના હાલ, જાણો

એક્ઝિટ પોલ બાદ સટ્ટા બજારમાં કેવા છે ભાજપના હાલ, જાણો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019નો મહાસંગ્રામ થમી ગયો છે. 19 મેના રોજ સાતમા અને આખરી તબક્કામાં વોટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. આખરી તબક્કાના મતદાન બાદ સામે આવેલ મોટા ભાગના એક્ઝિટ પોલમાં ફરી ભાજપની શાનદાર જીત અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બનવાની સંભાવના જતાવવામાં આવી છે. કેટલાય એક્ઝિટ પોલમાં ભાજપ ગઠબંધનને 300થી વધુ સીટનું પણ અનુમાન જતાવવામાં આવ્યું છે. એક્ઝિટ પોલમાં ભલે બાજપના નેતૃત્વવાળા ગઠબંધનના પૂર્ણ બહુમતના દાવા કરવામાં આવી રહ્યા હોય, પરંતુ સટ્ટા બજારના હાલ બિલકુલ અલગ જણાઈ રહ્યા છે. આવો જાણીએ એક્ઝિટ પોલ બાદ સટ્ટા બજારમાં કેવા છે ભાજપના હાલ..

સટ્ટા બજારમાં ભાજપ સૌથી આગળ

સટ્ટા બજારમાં ભાજપ સૌથી આગળ

ઈન્ડિયા ટુડે મુજબ સટ્ટા બજારમાં જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, તેનાથી ભાજપને થોડી નિરાશા જરૂર હાથ લાગશે. મુંબઈના સટ્ટા બજારનું માનવું છે કે પાર્ટી પોતાના વિરોધી દળના મુકાબલે ભારે આગળ જોવા મળી રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પોતાના દમ પર સ્પષ્ટ બહુમતની સંભાવના ઓછી છે. પાર્ટી પોતાના દમ પર સરકાર બનાવવાની સ્થિતિમાં નહિ હોય, સરકાર બનાવવા માટે તેને પોતાના ગઠબંધનના સાથિઓની જરૂરત પડશે. મુંબઈના સટ્ટા બજારનું અનુમાન છે કે ભાજપને 238થી 241 સીટનું અનુમાન જતાવવામાં આવ્યું છે, જ્યારે દિલ્હીના સટ્ટા બજાર પણ લગભગ આટલી જ સીટ આપી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીને મુંબઈ સટ્ટા બજાર લગભગ 78-81 સીટનું અનુમાન જતાવી રહ્યા છે, જ્યારે દિલ્હીના સટ્ટા બજારે તેમને 79માંથી 81 સીટનું અનુમાન જતાવ્યું છે.

દિલ્હી-મુંબઈમાં સટોળિયાઓની પહેલી પસંદ કોણ

દિલ્હી-મુંબઈમાં સટોળિયાઓની પહેલી પસંદ કોણ

રાજસ્થાન અને ગુજરાતના સટ્ટા બજારમાં પણ ભાજપને સૌથી વધુ સીટ મળતી હોવાનું અનુમાન જતાવવામાં આવ્યું છે. રાજસ્થઆનના બુકીઓ ભારતીય જનતા પાર્ટીને 242-245 સીટ આપી રહ્યા છે, જ્યારે ગુજરાતમાં 24-25 સીટ આપી રહ્યા છે. રાજસ્થાનના સટ્ટા બજારમાં કોંગ્રેસને 75- 80 સીટ આપવાની સંભાવના જતાવવામાં આવી છે. સટ્ટા બજારના અનુમાન મુજબ રાજસ્થાનની 25 લોકસભા સીટમાંથી 18 ભાજપઅને 7 કોંગ્રેસને આપવામાં આવી રહી છે. ગુજરાતની વાત કરીએ તો અહીં મોદી સરકારની વાપસીનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

રાહુલ ગાંધીની જીત પર શું કહે છે સટ્ટા બજાર

રાહુલ ગાંધીની જીત પર શું કહે છે સટ્ટા બજાર

મધ્ય પ્રદેશની વાત કરીએ તો અહીં પણ સટ્ટા બજારમાં ભાજપ સૌથી આગળ છે. ભોપાલના સટ્ટા બજારનું અનુમાન છે કે ભાજપને 246-248 સીટ, જ્યારે કોંગ્રેસને 80-82 સીટ મળી રહી હોવાની વાત કહેવામાં આવી રહી છે. કેટલાક સટોળિયાઓએ નામ છૂપાવવાની શરતે ખુલાસો કર્યો છે કે એનડીએ અથવા યૂપીએ ગઠબંધન પર દાવ લગાવવો થોડો મુશ્કેલ હોય છે, માટે તેઓ વ્યક્તિગત પાર્ટીના પ્રદર્શનને પ્રાથમિકતા આપે છે. પીએમ પદને લઈ સટોળિયાઓની પહેલી પસંદ નરેન્દ્ર મોદી છે. જ્યારે સટોળિયાઓમાં અમેઠી સીટ પર રાહુલ ગાંધીની જીત પર વધુ મજબૂતી જોવા મળી છે, આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં સપા-બસપા ગઠબંધનના પ્રદર્શન પર પણ સટોળિયાઓએ મોટો દાવ લગાવ્યો છે.

જાણો પરિણામ પહેલા સટ્ટા બજારમાં કોનું પલડું ભારે? 25000 કરોડનો લાગ્યો દાવ જાણો પરિણામ પહેલા સટ્ટા બજારમાં કોનું પલડું ભારે? 25000 કરોડનો લાગ્યો દાવ

એનડીએને 339-365 સીટનું અનુમાન

એનડીએને 339-365 સીટનું અનુમાન

જ્યારે આગલા એક્ઝિટ પોલની વાત કરીએ તો ઈન્ડિયા ટુડે એક્સિસ માઈ ઈન્ડિયા એક્ઝિટ પોલમાં એનડીએને 339-365 સીટ, ન્યૂજ 24 ચાણક્ય એક્ઝિટ પોલમાં એનડીએને 350 સીટ, સીએનએન ન્યૂઝ 18 IPSOSમાં 336 સીટ, એબીપી ન્યૂજ-નીલ્સન એક્ઝિટ પોલમાં એનડીએને 227 સીટ, ઈન્ડિયા ટીવી સીએનએક્સ એક્ઝિટ પોલ મુજબ એનડીએને 300 સીટ, રિપબ્લિક સી વોટરના એક્ઝિટ પોલમાં એનડીએને 287 સીટ, ન્યૂઝ નેશન ચેનલના એક્ઝિટ પોલમાં 282થી 290 સીટ અને ટાઈમ્સ નાઉ-વીએમઆરના એક્ઝિટ પોલ મુજબ એનડીએને 306 સીટ પર જીત મળી શકે છે.

English summary
after exit polls what satta bazaar predicting about bjp, know here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X