• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હૈદરાબાદ રેપ હત્યા બાદ મહિલા પોલિસકર્મીની અપીલ વાયરલ, છોકરીઓ જરૂર વાંચો

|

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટરની દુષ્કર્મ બાદ હત્યાથી આખો દેશ શોકમાં છે. આ ઘટના બાદ પણ બેથી ત્રણ એવી ઘટનાઓ સામે આવી ચૂકી છે. સ્થિતિ એ છે કે હવે દેશની દરેક મહિલા પોતાની સુરક્ષા માટે ડર અનુભવી રહી છે ત્યારે એક મહિલા પોલિસકર્મીએ આ મુશ્કેલીને ઉકેલવાની કોશિશ કરી છે.

અમુક પ્રિવેન્ટીવ એક્શન તેમજ જરૂરી પગલા

અમુક પ્રિવેન્ટીવ એક્શન તેમજ જરૂરી પગલા

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના પોલિસ મથકમાં તૈનાત અધિક પોલિસ અધિકારી પલ્લવી ત્રિવેદીએ સોશિયલ મીડિયા પર એક અપીલ જારી કરી છે. તેમની આ અપીલ હવે વાયરલ થઈ રહી છે. આમાં તેમણે લખ્યુ છે - કાલે નિર્ભયા હતી, આજે પ્રિયા અને નિર્ભયાથી પ્રિયા વચ્ચે હજારો છોકરીઓ બળાત્કારનો શિકાર થઈ. અમુક કેસો જ ચર્ચામાં આવ્યા બાકી દૂર અંતરિયાળ કસ્બાઓના કેસ સ્થાનિક સમાચારપત્રોમાં એક કૉલમના સમાચાર બનીને રહી ગયા. લોકો વ્યથિત થયા, બે ચાર દિવસ ઉલ્લેખ ચાલ્યો અને પછી રોજિંદુ જીવન શરૂ થઈ ગયુ. પરંતુ દરેક ઘટના બાદ આપણે માતાપિતા તરીકે, વયસ્ક યુવતી તરીકે, જવાબદાર પડોશી તરીકે અને નાગરિક હોવાના નાતે શું પગલા લીધા જેનાથી આપણી આસપાસની છોકરીઓ સાથે આ જધન્ય ઘટના ન બની શકે? જો ઉઠાવ્યા હોય તો પણ એ પૂરતા નહોતા. આજે હું એક યુવતી, એક જવાબદાર નાગરિક અને એક પોલિસ અધિકારી હોવાના નાતે અમુક પ્રિવેન્ટીવ એક્શન તેમજ જરૂરી પગલા બધાને સજેસ્ટ કરવા ઈચ્છુ છુ, જે દરેક પરિસ્થિતિમાં દરેક યુવતી અને તેમના પરિજનો સુધી પહોંચવા જોઈએ.

1. સગીર યુવતીઓના માતાપિતાએ શું કરવુ

1. સગીર યુવતીઓના માતાપિતાએ શું કરવુ

સગીર યુવતીઓના કેસમાં માતાપિતા અને શાળા મેનેજમેન્ટની સૌથી વધુ જવાબદારી હોય છે. નાસમજ બાળકીઓ પોતાની સાથે બનેલી ઘટના ના તો સમજી શકે છે અને ના કહી શકે છે. એટલા માટે દર વખતે તેને સુરક્ષિત મોનિટરીંગમાં રાખવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને પુરુષ સ્ટાફ જેવા કે ડ્રાઈવર, સર્વન્ટ, સંબંધીઓ, ટ્યુશન ટીચર વગેરે સાથે એકલી ના છોડો અને તેમની પાસે બાળકીના કપડા બદલાવા કે નવડાવા જેવા કામ ના કરાવો. તેને 3 વર્ષની ઉંમરથી જ સારા અને ખરાબ સ્પર્શની ટ્રેનિંગ આપો. આને પોતાના મૌલિક કર્તવ્યની જેમ નિભાવો.

આ પણ વાંચોઃ હૈદરાબાદ ડૉક્ટર હત્યાઃ પાર્કિંગમાં જોઈ બનાવ્યો ગેંગરેપનો પ્લાન, જાણો હેવાનિયતની આખી કહાની

2. બાળકીઓને અશ્લીલ હરકતોનો અર્થ સમજાવો

2. બાળકીઓને અશ્લીલ હરકતોનો અર્થ સમજાવો

આઠ વર્ષની ઉંમરમાં બાળકીને અશ્લીલ હરકતો અને બળાત્કારનો અર્થ સમજાવી દો. વારંવાર સમજાવો જેનાથી તેને એની સમજ આવે અને એકલા અસુરક્ષિત જવાના જોખમોથી સતત સાવચેત કરતા રહો. તેને જણાવો કે કોઈ પુરુષ જો અશ્લીલ ઈશારા કરે, પૉર્ન વીડિયો મોકલે કે બતાવવાની કોશિશ કરે, તેની સામે પોતાનુ લિંગ સ્પર્શે કે બતાવે અથવા માસ્ટરબેટ કરે તો તરત જ આવીને માતાપિતાને જણાવે. આ જ હરકતો તેના પોટેન્શિયલ બળાત્કારી હોવાના લક્ષણ છે. બાળકી તમારી સાથે આ બધુ શેર કરી શકે તેના માટે તેના મિત્ર બનો. મારીને કે ગુસ્સે થઈને તેને આવી વાતો કહેવાથી હતોત્સાહ ન કરો.

3. જરૂરી સેફ્ટી મેઝર્સ

3. જરૂરી સેફ્ટી મેઝર્સ

સગીર બાળકીઓને એકલા ક્યાંય પણ જવાથી ન રોકો પરંતુ તેને જરૂરી સેફ્ટી મેઝર્સ વિશે જણાવો. તેની સાથે રેપ કેસ ડિસ્કસ કરો અને તેના મોબાઈલમાં વન ટચ ઈમરજન્સી નંબર રાખો જે જરૂરી રીતે પોલિસનો હોય. ત્યારબાદ તે પરિવારજનોને કૉલ કરી શકે છે. સ્પ્રે, ચાકૂ, કાતર, સેફ્ટી પિન, મરચાનો પાવડર તેની બેગમાં અવશ્ય હોવા જોઈએ. આ આદત જેટલી જલ્દી વિકસિત કરી દો, એટલુ સારુ. તેનો ડેમો બતાવીને તેને ટ્રેન્ડ કરી દો. રિહર્સલ જરૂરી છે. અન્યથા હથિયાર હોવા છતાં પણ ગભરાટમાં તેનો ઉપયોગ નથી થઈ શકતો.

4. પર્સમાં હથિયાર અનિવાર્ય રીતે રાખો

4. પર્સમાં હથિયાર અનિવાર્ય રીતે રાખો

વયસ્ક છોકરીઓ પણ પર્સમાં ઉપર જણાવેલ હથિયાર અનિવાર્ય રીતે રાખો તેમજ જરૂરત પડવા પર ગભરાયા વિના તેના ઉપયોગ કરવામાં કુશળ બનો. આ હથિયારો સાથે એક તીવ્ર અવાજવાળી સીટી રાખો. ગુના સમયે તીવ્ર અવાજથી હંમેશા ગુનેગાર ભાગી જાય છે. જો કોઈ આવુ સાધન હોય કે બની શકતુ હોય જે એક બટન દબાવતા જ એટલા જોરદાર અવાજથી સાયરન વગાડે જે આસપાસના બધા વિસ્તારમાં ગુંજવા લાગે અને જેના અવાજથી માત્ર રેપ થવાની શંકા તરીકે યુનિવર્સલ સાઉન્ડ તરીકે માનવામાં આવે તો કૃપા કરીને આની માહિતી આપો અને જો ન હોય તો કોઈ વ્યક્તિ કે કંપની આને બનાવી શકતી હોય તો આને બધા નાગરિકો તરફથી મારો આગ્રહ માનીને બનાવી દો. આ ખૂબ જ પ્રભાવી સાબિત થશે.

5. પોલિસ અધિકારીનો નંબર

5. પોલિસ અધિકારીનો નંબર

પોલિસ કંટ્રોલ રૂમ તેમજ કોઈ પણ પોલિસ અધિકારીનો નંબર હંમેશા પોતાની પાસે રાખવો અને સૌથી પહેલા તેને ડાયલ કરો. પોલિસની છબી તમારા મનમાં જે પણ હોય પરંતુ યાદ રાખો કે મહિલાઓ સાથેના ગુનામાં પોલિસ ખૂબ જ તત્પરતાથી કામ કરે છે તેમજ તમારી સૌથી નજીકનુ પોલિસ વાહન ત્વરિત તમારી પાસે પહોંચી જશે. પોલિસ એપ પોતાના મોબાઈલમાં રાખો તેમજ પોતાનુ લોકેશન મોકલો. પોતાની નજીકના પોલિસ સ્ટેશન જઈને સ્ટાફ તેમજ અધિકારીઓ સાથે પરિચય કરો. પોલિસ ખરેખર તમારી મિત્ર છે એ તમે અનુભવશો.

6. સૂમસામ રસ્તાઓ પર ખૂબ જ જરૂરી હોય તો જ નીકળો

6. સૂમસામ રસ્તાઓ પર ખૂબ જ જરૂરી હોય તો જ નીકળો

હું ઈચ્છુ છુ કે છોકરીઓ માટે આ દેશ અને દુનિયા એટલી સુરક્ષિત હોય કે તે અડધી રાતે પણ બેઝિઝક રસ્તાઓ પર ફરી શકે પરંતુ વાસ્તવિકતા એટલી સુંદર નથી. એટલા માટે એકલા મોડી રાતે સૂમસામ રસ્તાઓ પર જરૂરી હોય તો જ નીકળો. પોલિસ દરેક કદમ પર તમારી સાથે તૈનાત ના હોઈ શકે અને ગુનેગાર તેમજ નરાધમ છોકરાઓને રાતોરાત સુધારી શકાતા નથી. માટે ક્લબ કે પાર્ટીમાંથી મોડી રાતે પાછા આવો ત્યારે પોતાની સુરક્ષાનુ સૌથી પહેલા ધ્યાન રાખો. કેબ કે ટેક્સી કરવા પર તરત જ લાઈવ લોકેશન પરિવારજનોને આપો તેમજ તેનો ફોટો પણ મોકલો. આ વાત એ ડ્રાઈવરને પણ ખબર હોવી જોઈએ.

7. એકલા ગુનેગારને કેવી રીતે હેન્ડલ કરશો

7. એકલા ગુનેગારને કેવી રીતે હેન્ડલ કરશો

એક મહત્વપૂર્ણ વાત એ છે કે જો ગુનેગાર એકલો હોય તો તેને હેન્ડલ કરી શકાય છે. જો તે રેપ અટેમ્પ કરે તો ગભરાયા વિના તેના ટેસ્ટિકલ્સ હાથેથી પકડીને જેટલા બને એટલી મજબૂતીથી દબાવી દો. તેનાથી તે થોડી મિનિટો માટે અશક્ત થઈ જશે અને યુવતીને બચવાનો કે તેના પર આક્રમણ કરવાનો સમય મળી જશે. ગેંગરેપની દૂર્ભાગ્યપૂર્ણ સ્થિતિમાં યુવતી લાચાર જરૂર હોઈ શકે છે પરંતુ એવામાં પોલિસને ત્વરિત આપેલી સૂચના ઘણી મદદ કરશે.

8. માર્શલ આર્ટ કે અન્ય કોઈ સુરક્ષાત્મક આક્રમણ

8. માર્શલ આર્ટ કે અન્ય કોઈ સુરક્ષાત્મક આક્રમણ

માર્શલ આર્ટ કે અન્ય કોઈ સુરક્ષાત્મક આક્રમણ કલા શીખવી તમારી બાળકીઓ માટે MUST DO LISTમાં શામેલ કરી લો.

9. બાળકોનુ યોગ્ય કાઉન્સેલિંગ

9. બાળકોનુ યોગ્ય કાઉન્સેલિંગ

બાળકોનુ યોગ્ય કાઉન્સેલિંગ અને ગુનાથી બચવાના ઉપાય જો તમે ન જાણતા હોવ તો બેઝિઝક પોલિસ સ્ટેશન કે કોઈ નજીકની એનજીઓની મદદ લો. તમારી શાળા, ક્લાસ, કોચિંગ, સોસાયટીમાં આવીને તમારા માટે કાઉન્સેલિંગ સેશન આયોજિત કરવામાં આવશે.

10. સમાજને સ્ત્રીઓ માટે સુરક્ષિત બનાવો

10. સમાજને સ્ત્રીઓ માટે સુરક્ષિત બનાવો

સૌથી મહત્વપૂર્ણ વાત સૌથી અંતમાં એ કે સમાજને સ્ત્રીઓ માટે સુરક્ષિત બનાવો અને આના માટે તમારા ઘરના, સોસાયટીના તેમજ સમાજના છોકરાઓને બાળપણથી જ શિક્ષિત કરો. તેમની માનસિકતા વિકૃત ન થાય તે માટે પોતાના છોકરાઓની ગતિવિધિઓ પર દસ-બાર વર્ષની ઉંમરથી જ નજર રાખો. તેમના મોબાઈલ પર, દોસ્તો પર, તેમની આદતો પર સતત નજર રાખો તેમજ સતત તેની સાથે વાત કરો. દરેક રેપની ઘટના પર તેમની સાથે ચર્ચા કરો. તેને સંવેદનશીલ બનાવો અને સ્ત્રીઓ પ્રત્યે સમ્માન રાખવાનુ શીખવો. આ શિક્ષણ અમીરી, ગરીબી, ધર્મ, જાતિ, ક્ષેત્રના ભેદથી પરે દરેક માતાપિતાએ પોતાના છોકરાઓને આપવુ પડશે. જો માતાપિતા ખુદ અભણ અને જાગૃત ન હોય તો જવાબદાર નાગરિક પોતાની આસપાસના ક્ષેત્રોમાં છોકરાઓ માટે સમયે સમયે એવા સેશન આયોજિત કરી શકે છે. આ સાથે જ છોકરાઓમાં ગુનાના દંડ વિશેનો ભય પણ જાગૃત કરો. જો કોઈ છોકરો તમારા પરિવાર કે આસપાસમાં સેક્સમેનિયાક હોય તો તેને સાયકિયાટ્રિસ્ટને બતાવો. તેના વયસ્ક થયા બાદ મ્યુચ્યુઅલ કન્સેન્ટથી સેક્સ વિશે સમજાવો. જો કોઈ આવારા, દારૂડિયો છોકરો તમારી નજરમાં હોય તો પોલિસને જરૂર જાણ કરો.

આ બધુ આજે શરૂ કરશો તો પણ રાતોરાત કંઈ નહિ બદલાય પરંતુ સતત પ્રયત્ન કરવાથી અસર જરૂર દેખાશે. કારણકે કોઈ પરિવાર નથી જાણતુ કે આવતી વખતે કોના ઘરની સ્ત્રી કે દીકરી આવી દૂર્ઘટનાનો શિકાર થશે. પ્લીઝ આને ખૂબ જ ગંભીરતાથી લો. જો તમે આ બધુ કરી રહ્યા હોય તો કૃપા કરી આને પોતાની ફરજ સમજીને બીજાને પણ સમજાવો. સ્ત્રીઓ માટે વધુ સારો સમાજ બનાવવામાં આપણા બધાની આહૂતિ લાગશે. પ્રદર્શન કરો, ધરણા કરો, શેર કરો, કૉપી કરો, આમાં કંઈક ઉમેરવા ઈચ્છો તો ઉમેરો પરંતુ વધુને વધુ લોકો સુધી આને પહોંચાડો. આ ખૂબ જ જરૂરી છે. આપણે આ રીતે માત્ર ગુસ્સે ભરાયેલા વ્યથિત થઈ બેસી ના રહી શકીએ. હું આને વારંવાર પોસ્ટ કરીશ. આપણે ડૉક્ટર પ્રિયાને ભૂલી ન શકીએ, ક્યારેય નહિ.

English summary
after hyderabad case police officer of mp pallavi trivedi wrote important appeal for women safety on social media viral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X