કેજરીવાલ બાદ મમતા અને નીતિશ પણ નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરશે, જાણો કેમ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રની બીજેપી સરકારના તાનાશાહી રવૈયા વિરૂદ્ધ હવે વિપક્ષ ધીરે ધીરે એક થઈ રહ્યો છે. નવા સંસદ ભવનના ઉદ્ઘાટનના વિવાદ તેમજ દિલ્હી વટહુકમને લઈને કેજરીવાલ બાદ હવે મમતા બેનર્જી અને નીતિશ કુમારે પણ નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.

નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિની જગ્યા પીએમ નરેન્દ્ર મોદીએ લેતા વિપક્ષ અને કેન્દ્ર સરકાર વચ્ચે વાર પલટવાર ચાલી રહ્યા છે. સંસદ ભવનના લોકાર્પણના બહિષ્કાર બાદ હવે કેટલીક વિપક્ષી પાર્ટીઓએ નીતિ આયોગની બેઠકનો પણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.

Mamata

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે. આ લિસ્ટમાં હજુ બીજા મુખ્યમંત્રીઓ પણ જોડાઈ શકે છે.

નના સંસદ ભવનના લોકાર્પણના બહિષ્કારની જાહેરાત બાદ આ તમામ નેતાઓએ હવે નીતિ આયોગની બેઠકનો પણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની આઠમી બેઠકની અધ્યક્ષતા કરશે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીને આયોગની ગવર્નિંગ કાઉન્સિલમાં સામેલ હોય છે.

અહેવાલો અનુસાર, મમતા બેનર્જીએ નાણામંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય કામમાં વ્યસ્ત હોવાને કારણે નીતિ આયોગની બેઠકમાં ન આવવાનું કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે હું અને મુખ્ય સચિવ હાજર રહેવાની વિનંતી ઠુકરાવી છે. આ સિવાય કેજરીવાલે સંઘવાદને લઈને પીએમ મોદીને પત્ર લખીને આકરા પ્રહારો કર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X