NDAની મહત્વની બેઠક આજે, નરેન્દ્ર મોદી સંસદીય દળના નેતા ચૂંટાશે

આજે એનડીએની મહત્વની બેઠક થવાની છે. આ બેઠકમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા ચૂંટવામાં આવશે.

લોકસભા ચૂંટણી 2019ની ચૂંટણીમાં જબરદસ્ત જીત મેળવ્યા બાદ ભાજપ આગામી સરકાર બનાવવા જઈ રહી છે. કેન્દ્રમાં ફરીથી વાર મોદીની સરકાર બનવા જઈ રહી છે. શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામુ સોંપી દીધુ હતુ. હવે આજે એનડીએની મહત્વની બેઠક થવાની છે. આ બેઠકમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા ચૂંટવામાં આવશે.

modi-shah

લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક જીત મળી છે ત્યારબાદ કેન્દ્રમાં ફરીથી એક વાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. લોકસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પાર્ટીએ પોતાના બધા સાંસદોને આજે દિલ્લીમાં યોજાનાર એનડીએની બેઠકમાં બોલાવ્યા છે. આ મહત્વની બેઠક દરમિયાન નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા ચૂંટવામાં આવશે. વળી, નરેન્દ્ર મોદી આ બેઠક બાદ પોતાના ઘટક દળો સાથે વાતચીત કરશે. આજે બેઠકમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, લોજપાના રામવિલાસ પાસવાન સહિત તમામ ઘટક દળોના નેતા દિલ્લી પહોંચી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે શુક્રવારે સાંજે નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. પીએમ મોદી સાથે બધા મંત્રી પરિષદના સભ્યોએ પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગને પોતાનું રાજીનામુ સોંપ્યુ. રાજીનામા બાદ રાષ્ટ્રપતિએ નવી સરકાર ચૂંટાવા સુધી પીએમ મોદીએ કાર્યભાર સંભાળવા કહ્યુ જેનો પીએમ મોદીએ સ્વીકાર કર્યો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે બધા કેબિનેટ મંત્રીઓ અને પીએમ મોદી માટે ડિનરનું આયોજન કર્યુ હતુ. જેમાં પીએમ મોદી સહિત તમામ મોટા નેતા શામેલ થયા. સાંજે 5 વાગે સેન્ટ્રલ હૉલ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં મંત્રીમંડળ અને પોર્ટફોલિયો વિશે પણ એક બેઠક કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X