લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ મોટા બદલાવના મૂડમાં, યૂપીની બધી જિલ્લા સમિતિનું વિસર્જન

લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ મોટા બદલાવના મૂડમાં, યૂપીની બધી જિલ્લા સમિતિનું વિસર્જન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં મળેલ કરારી હાર બાદ કોંગ્રેસમાં અંદરખાને કંઈ ઠીક નથી ચાલી રહ્યું. રાષ્ટ્રીય નેતૃત્વની વાત કરીએ તો રાહુલ ગાંધી અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા હઠે ચઢ્યા છે. જ્યારે લોકસભા ચૂંટણીમાં કરારી હાર બાદ કોંગ્રેસ પાર્ટી હવે મોટા બદલાવના મૂડમાં જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશમાં તમામ જિલ્લા સમિતિઓને ભંગ કરી દેવામાં આવી છે. જ્યારે અજય કુમાર લલ્લૂને પૂર્વી યૂપીમાં સંગઠન ઉભું કરવાની જવાબદારી આપવામાં આવી છે.

કોંગ્રેસે યૂપીની તમામ જિલ્લા સમિતિ ભંગ કરી

કોંગ્રેસે યૂપીની તમામ જિલ્લા સમિતિ ભંગ કરી

કર્ણાટક બાદ હવે ઉત્તર પ્રદેશમા કોંગ્રેસે તમામ જિલ્લા સમિતિઓ ભંગ કરી દીધી છે. યૂપીમાં જે સીટો પર પેટાચૂંટણી થનાર છે, ત્યાં માટે બે સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. જ્યારે અનુશાસનહીનતાની ફરિયાદની તપાસ કરવા માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરવામાં આવશે. પશ્ચિમી યૂપીના પ્રભારનું હજુ સુધી એલાન થયું નથી.

અજય કુમાર લલ્લૂને મોટી જવાબદારી સોંપવામાં આવી

અજય કુમાર લલ્લૂને મોટી જવાબદારી સોંપવામાં આવી

યૂપીની વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં માત્ર રાયબરેલીની સીટ જ કોંગ્રેસના ખાતામાં આવી છે જ્યાંથી સોનિયા ગાંધીએ જીત નોંધાવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીની સીટથી ચૂંટણી હારી ગયા જે કોંગ્રેસ માટે મોટો ફટકો સમાન સાબિત થયું. જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી પરિણામો બાદ સીડબલ્યૂસીની બેઠકમાં રાહુલ ગાંધીએ રાજીનામું આપવાની જીદ પકડી લીધી હતી.

યૂપીમાં પાર્ટીને માત્ર 1 સીટ મળી હતી

યૂપીમાં પાર્ટીને માત્ર 1 સીટ મળી હતી

રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું રજૂ કર્યાની સાથે લોકસભામાં કોંગ્રેસના નેતા પદ સંભાળવાથી ઈનકાર કરી દીધો હતો. જે બાદ પાર્ટીએ આ જવાબદારી અધીર રંજન ચૌધરીને સોંપી. પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેના ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસ પાસે નવા નેતા ચૂંટવા માટે વધુ વિકલ્પ હાજર નહોતા. અધીર રંજન ચૌધરી પાંચ વખત સાંસદ છે અને તેમના અનુભવને જોતા જ પાર્ટીએ તેમને આ જવાબદારી સોંપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X