For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAA પર વિપક્ષને વધુ એક ઝટકો, મમતા બાદ હવે માયાવતી બેઠકમાં નહિ થાય શામેલ

13 જાન્યુઆરીના રોજ દિલ્લીમાં યોજાનાર વિપક્ષની બેઠકમાં મમતા બેનર્જી બાદ હવે માયાવતીએ પણ હવે ઈનકાર કરી લીધો છે.

|
Google Oneindia Gujarati News

નાગરિકતા સુધારા કાયદો (CAA) માટે દેશના અલગ અલગ ભાગોમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે મોદી સરકારને ઘેરવા માટે વિપક્ષ સંપૂર્ણપણે તૈયાર છે. પરંતુ વિપક્ષી એકતાને હવે વધુ એક ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં 13 જાન્યુઆરીના રોજ દિલ્લીમાં યોજાનાર વિપક્ષની બેઠકમાં મમતા બેનર્જી બાદ હવે માયાવતીએ પણ હવે ઈનકાર કરી લીધો છે. આ બેઠકની અધ્યક્ષતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કરવાના છે.

‘એ સંપૂર્ણપણે વિશ્વાસઘાતી છે'

‘એ સંપૂર્ણપણે વિશ્વાસઘાતી છે'

માયાવતીએ સોમવારે એક બાદ એક ટ્વીટ કર્યા. તેમણે એક ટ્વિટમાં કહ્યુ, ‘જેમકે વિદિત છે કે રાજસ્થાન કોંગ્રેસ સરકારને બસપાએ બહારથી સમર્થન આપવા પર પણ, તેમણે બીજી વાર ત્યાં બસપાના ધારાસભ્યોને તોડને તેમણે પોતાની પાર્ટીમાં શામેલ કરાવી લીધા છે જે સંપૂર્ણપણે વિશ્વાસઘાતી છે. એવામાં કોંગ્રેસના નેતૃત્વમાં આજે વિપક્ષની બોલાવાયેલી બેઠકમાં બસપાનુ શામેલ હોવુ, એ રાજસ્થાનમાં પાર્ટીના લોકોનુ મનોબળ ઘટાડવા સમાન હશે. એટલા માટે બસપા તેમની આ બેઠકમાં શામેલ નહિ થાય.'

‘ગેરબંધારણીય કાયદાને પાછો લો'

એક અન્ય ટ્વિટમાં તેમણે કહ્યુ, ‘આમ પણ બસપા CAA/NRC વગેરેના વિરોધમાં છે. કેન્દ્ર સરકારને પુનઃ અપીલ છે કે તે આ વિભાજનકારી તેમજ ગેરબંધારણીય કાયદાને પાછો લે. સાથે જ જેએનયુ અને અન્ય શિક્ષણ સંસ્થાઓમાં પણ છાત્રોનુ રાજકીયકરણ કરવુ એ અતિ દૂર્ભાગ્યપૂર્ણ છે.' આ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોંગ્રેસ અને લેફ્ટ પર બંગાળમાં ડર્ટી પૉલિટિક્સ રમવાનો આરોપ લગાવ્યો અને કહ્યુ, મે સોનિયા ગાંધી દ્વારા 13 જાન્યુઆરીના રોજ નવી દિલ્લીમાં બોલાવવામાં આવેલી બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે કારણકે હું પશ્ચિમ બંગાળમાં ડાબેરી અને કોંગ્રેસની હિંસાનુ સમર્થન નથી કરતી. બેનર્જીએ કહ્યુ, ડાબેરી મોરચો અને કોંગ્રેસના બેવડા વલણને સહન કરવામાં નહિ આવે. સાથે જ તેમણે કહ્યુ કે હવે તે નાગરિકતા કાયદો અને એનઆરસી સામે એકલા લડશે.

મમતાએ ડાબેરી મોરચા અને કોંગ્રેસ પર સાધ્યુ નિશાન

મમતાએ ડાબેરી મોરચા અને કોંગ્રેસ પર સાધ્યુ નિશાન

કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં બુધવારે ડાબેરી મોરચા અને કોંગ્રેસના બંગાળ બંધ પર તૃણમૂલ પ્રમુખ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આખરો પ્રહાર કર્યો. હિંસક પ્રદર્શન, તોડફોડ, આગ અને વાહન વ્યવહારમાં અડચણ પર નારાજગી વ્યક્ત કરીને મમતાએ કહ્યુ કે બંધના નામ પર ગુંડાગિરી કરવામાં આવી રહી છે. આને આંદોલન ના કહી શકાય. તેમણે કહ્યુ કે પોલિસ પ્રશાસને તોડફોડ કરનારા સામે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. દેશની વર્તમાન રાજકીય સ્થિતિ પર ચર્ચા કરવા માટે કોંગ્રેસ દ્વારા આજે બોલાવવામાં આવેલી વિપક્ષી દળોની બેઠકમાં આમ આદમી પાર્ટી (આપ) પણ શામેલ નહિ થાય.

આ પણ વાંચોઃ BJP નેતાનું વિવાદિત નિવદનઃ સાર્વજનિક સંપત્તિ તોડનારાઓને અમે કૂતરાની જેમ માર્યા છેઆ પણ વાંચોઃ BJP નેતાનું વિવાદિત નિવદનઃ સાર્વજનિક સંપત્તિ તોડનારાઓને અમે કૂતરાની જેમ માર્યા છે

English summary
after mamata now bsp president mayawati boycott 13 january opposition meeting on CAA in delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X