મુલાયમ સિંહ યુપીએને આપેલો ટેકો પાછો ખેંચવાના મૂડમાં!

લખનઉ, 22 ઓક્ટોબર: ભાજપાના વડાપ્રધાન ઉમેદવાર નરેન્દ્ર મોદીની કાનપુર રેલી બાદ ઉત્તર પ્રદેશના રાજનૈતિક સમીકરણો બદલાતા દેખાઇ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સપા યુપીએને આપેલું સમર્થન પાછું ખેંચી શકે છે. આ સંબંધમાં સપા નેતા નરેશ અગ્રવાલે જણાવ્યું કે 'અમે પાર્ટીના યુપીએ ગઠબંધનને લઇને ચર્ચા કરીશું.'

સપા પાસે હાલમાં 22 લોકસભા સાંસદ છે જે યુપીએ સરકારને બહારથી સમર્થન આપી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સંભાવનાઓથી યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધી શકે છે.

mulayam singh
અત્રે નોંધનીય બાબત એ છે કે કાનપુર રેલીમાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, સપા યુપીએને સીબીઆઇના ભયના કારણે સમર્થન આપી રહી છે. આવામાં હવે તેમની સામે લગાવવામાં આવેલા તમામ કેસ પરત લઇ લેવામાં આવ્યા છે, તો તેમણે વિકાસની રાજનીતિનું સમર્થન કરવું જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે કાનપુર રેલી દરમિયાન નરેન્દ્ર મોદીએ પણ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની પણ વધારે નિંદા ન્હોતી કરી. મોદીએ પણ એવું જ જણાવ્યું હતું કે આ બંને પાર્ટીઓ ઉપરથી એક બીજા પર કિચડ ઉછાડે છે જ્યારે સંસદમાં તેમને સમર્થન આપે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X