
નરેશ ગોયલ વિરુદ્ધ ઈડીએ મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો, મોડી રાત્રે ઘરે દરોડા પડ્યા
નવી દિલ્હીઃ જેટ એરવેજના સંસ્થાપક અને પૂર્વી સીઈઓ નરેશ ગોયલ વિરુદ્ધ ઈડીએ મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો છે. સૂત્રો મુજબ તેમના વિરુદ્ધ પ્રિવેંશન ઑફ મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત આ કેસ બુધવારો નોંધવામાં આવ્યો છે. આ મામલો મુંબઈ પોલીસની ફરિાદ બાદ નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે નરેશ ગોયલ વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો મામલો નોંધાવ્યો હતો. જણાવી દઈએ કે પીએમએલએ અંતર્ગત મામલો નોંધાવવા માટે આરોપી વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવો જરૂરી છે.
આની સાંજે નરેશ ગોયલ વિરુદ્ધ કેસ નોંધાવ્યા બાદ ઈડીએ ગોયલના ઘરે છાપા માર્યા. જાણકારી મુજબ નરેશ ગોયલના ઘરે આ દરોડા ટ્રાવેલ કંપનીઓની ફરિયાદના આધારે કરવામાં આવી હતી. ટ્રાવેલ કંપનીએ નરેશ ગોયલ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે, જેમા નરેશ ગોયલ અને તેની પત્ની અનીતા ગોયલ વિરુદ્ધ 46 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આની સાથે જ નરેશ ગોયલના પીએમએલએની કલમ અંતર્ગત નિવેદન પણ નોંધવામાં આવી છે. જણાવી દઈએ કે જેટ એરવેઝ મામલામાં આવકેવાર વિભાગ, એસએફઆઈઓ અને ઈડીની ટીમ તપાસ કરી રહી છે. આવકવેરા વિભાગ ટેક્સની હેરાફેરીના મામલે તપાસ કરી રહી છે. એસએફઆઈઓ કંપનીના મામલાની તપાસ કરી રહી છે જ્યારે ઈડી ફેમાના નિયમોનું ઉલ્લંઘન અને મની લોન્ડ્રિંગના મામલાની તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ નરેશ ગોયલના ઠેકાણા પર દરોડા પાડી ચૂકાયા ચે. પાછલા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ઈડીના અધિકારીઓએ નરેશ ગોયલ સાથે 8 કલાક જેટલી પૂછપરછ કરી હતી. તપાસ એજન્સીને નરેશ ગોયલની 12 સંપત્તિઓ વિશે માલૂમ પડ્યું હતું, સાથે જ વિદેશી બેંકમાં કરોડોની લેણદેણની પણ જાણકારી મળી હતી. એટલું જ નહિ પાછલા વર્ષે મે મહિનામાં નરેશ ગોયલ અને તેમની પત્નીને લંડન જવાથી રોકવામાં આવી હતી. તેમની વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પણ જાહેર કરવામાં આવ્યું હતું.
કોરોનાનો કહેરઃ અત્યાર સુધીમાં 29 લોકો સંક્રમિત, પીએમ મોદીએ કમાન સંભાળી