For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધી બાદ કોંગ્રેસના 5 દિગ્ગજ નેતાઓના ટ્વિટર અકાઉન્ટ લૉક, પાર્ટી ભડકી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનુ ટ્વિટર અકાઉન્ટ અસ્થાયી રીતે સસ્પેન્ડ થયા બાદ હવે કોંગ્રેસના વધુ 5 નેતાઓના ટ્વિટર અકાઉન્ટ લૉક થયાની વાત સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનુ ટ્વિટર અકાઉન્ટ અસ્થાયી રીતે સસ્પેન્ડ થયા બાદ હવે કોંગ્રેસના વધુ 5 નેતાઓના ટ્વિટર અકાઉન્ટ લૉક થયાની વાત સામે આવી છે. પાર્ટી તરફથી દાવો કરવામાં આવ્યો છે કે AICC મહાસચિવ અજય માકન, દિગ્ગજ નેતા મનિકમ ટાગોર, મીડિયા પ્રમુખ રણદીપ સૂરજેવાલા, પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેવના ટ્વિટર અકાઉન્ટને લૉક કરવામાં આવ્યા છે. કોંગ્રેસે આના માટે મોદી સરકારને જવાબદાર ગણાવી છે.

ajay makan

કોંગ્રેસ પાર્ટીના સચિવ પ્રણવ ઝાએ આ વિશે ટ્વિટ કર્યા અને મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યુ છે જેમાં તેમણે લખ્યુ કે, 'રાહુલ ગાંધીજી બાદ લૉર્ડ નરેન્દ્ર મોદી, જેક અને ટ્વિટરે રણદીપ સૂરજેવાલા અજય માકન, સુષ્મિતા દેવનુ ટ્વિટર અકાઉન્ટ લૉક કરી દેવામાં આવ્યુ છે પરંતુ કોંગ્રેસ આનાથી ડરવાની નથી, અમારી અન્યાય સામે લડાઈ ચાલુ રહેશે.'
અન્યાય સામેની લડાઈ રોકી શકશે?

અજય માકને પોતાના બીજા ટ્વિટમાં લખ્યુ કે શું મોદીજી જાણતા નથી કે અમારી કોંગ્રેસીઓનો વારસો કાળા પાણીની જેલોની પાછળ પણ લડવાની રહી છે, શું તેમને લાગે છે કે અમારા ટ્વિટર અકાઉન્ટ આમ લૉક કરવાથી તે અમારી અન્યાય સામેની લડાઈને રોકી શકશે, જો તે આવુ વિચારતા હોય તો તે ખોટા છે. ત્યારબાદ અજય માકને એ પણ કહ્યુ કે, 'હા, મારુ પણ ટ્વિટર અકાઉન્ટ લૉક કરી દેવામાં આવ્યુ છે કારણકે મે રાહુલ ગાંધીજીની વાતનુ સમર્થન કરીને અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો પરંતુ તમે લોકો ડરો નિહ, જલ્દી સારા દિવસો આવશે.'

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી ગયા સપ્તાહે દિલ્લીમાં કથિત બળાત્કાર અને હત્યાની શિકાર 9 વર્ષની બાળકીના પરિવાર સાથેના ફોટા શેર કર્યા હતા. જેના પર ઘણો હોબાળો થયો હતો અને ત્યારબાદ કોંગ્રેસે ગઈ 7 ઓગસ્ટે દાવો કર્યો કે રાહુલ ગાંધીનુ ટ્વિટર અકાઉન્ટ અસ્થાયી રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યુ છે. જો કે કોંગ્રેસના આ દાવાને સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે ફગાવીને કહ્યુ હતુ કે રાહુલ ગાંધીનુ અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યુ નથી. અકાઉન્ટ પર સેવા ચાલુ છે પરંતુ કોંગ્રેસનુ કહેવુ છે કે રાહુલ ગાંધીનુ ટ્વિટર અકાઉન્ટ જાણીજોઈને મોદી સરકારના ઈશારે સસ્પેન્ડ કરવામાં આવ્યુ છે.

English summary
After Rahul Gandhi congress leaders Randeep Surjewala, Ajay Maken, Sushmita Dev and Manickam Tagore twitter accounts were also locked.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X