For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્ટિકલ 370: મોટા આતંકવાદી હુમલાનુ ષડયંત્ર રચી રહ્યા છે આતંકી, 7 રાજ્યોમાં હાઈ એલર્ટ

જમ્મુ કાશ્મીરથી આર્ટિલ 370 ખતમ કરાયા બાદ ઘાટીમાં આતંકી હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરથી આર્ટિલ 370 ખતમ કરાયા બાદ ઘાટીમાં આતંકી હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે. દેશની ખુફિયા એજન્સીએ હાઈ એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ કાશ્મીર ઘાટીમા મોટી આતંકી હુમલાનુ ષડયંત્ર રચી રહ્યા છે. આ ઉપરાંત દેશના સાત અન્ય રાજ્ય રાજ્યોમા પણ મોટી આતંકી હુમલો થઈ શકે છે. આઈબીના લેટેસ્ટ ઈનપુટના આધારે પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઈએસઆઈ આ આતંકીઓને આતંકી હુમલો કરવામાં મદદ કરી રહી છે.

સાત રાજ્યોમાં હાઈ એલર્ટ

સાત રાજ્યોમાં હાઈ એલર્ટ

સૂત્રો અનુસાર આતંકી ફેબ્રુઆરી 2019માં પુલવામા આતંકી હુમલાની જેમ આતંકી હુમલાને અંજામ આપી શકે છે. આ આતંકી હુમલો સેના, પોલિસ ઉપરાંત અન્ય સુરક્ષા એજન્સીઓ પર થઈ શકે છે. આઈબીના ઈનપુટના આધારે તમામ રાજ્યોમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યુ છે. જે રાજ્યોમાં આ હાઈ એલર્ટ આપવામાં આવ્યુ છે તેમાં દિલ્લી, રાજસ્થાન, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ છે. આ તમામ રાજ્યોમાં આતંકી હુમલાના ષડયંત્રને અંજામ આપી શકે છે.

એરપોર્ટ પર હાઈ એલર્ટ

એરપોર્ટ પર હાઈ એલર્ટ

15 ઓગસ્ટના કારણે સરકાર તરફથી પહેલા જ તમામ મહત્વના એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ એરપોર્ટ પર વિઝિટર્સની એન્ટ્રીને 10થી 20 ઓગસ્ટ સુધી માટે બંધ કરી દેવામાં આવ્યુ છે. અહીં માત્ર પ્રવાસીઓ જેની પાસે ટિકિટ છે તેમને જ એરપોર્ટની અંદર આવવાની પરવાનગી હશે. તમને જણાવી દઈએ કે ભારત સરકાર તરફથી જમ્મુ કાશ્મીરમા આર્ટિકલ 370 ખતમ કરાયા બાદ પાકિસ્તાન સતત અકળામણમાં પગલા લઈ રહ્યુછે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને સંસદના સંયુક્ત સત્રની બેઠક બોલાવી છે.

આ પણ વાંચોઃ ‘બાહુબલી'ના આ અભિનેતાની પત્નીએ કરી આત્મહત્યા, સામે આવ્યુ ચોંકાવનારુ કારણઆ પણ વાંચોઃ ‘બાહુબલી'ના આ અભિનેતાની પત્નીએ કરી આત્મહત્યા, સામે આવ્યુ ચોંકાવનારુ કારણ

ઈમરાન ખાનની ધમકી

ઈમરાન ખાનની ધમકી

બેઠક દરમિયાન ઈમરાન ખાને કહ્યુ કે હવે તે કાશ્મીરી લોકો પર વધુ કડકાઈ વર્તશે. તે કાશ્મીરી પ્રતિરોધને ક્રૂરતાથી દબાવવાની કોશિશ કરશે. મને ડર છે કે તે સ્થાનિક વસ્તીનો સફાયો કરવા માટે કાશ્મીરમાં વંશીય સફાઈ શરૂ કરી શકે છે. ખાને શંકા વ્યક્ત કરી કે આ રીતને માહોલમાં પુલવામા જેવી ઘટનાઓ ફરીથી થઈ શકે છે. હું પહેલેથી જ એ અનુમાન લગાવી શકુ છે કે આ હશે અને તે ફરીથી આપણી પર દોષ લગાવવાની કોશિશ કરશે.

English summary
After removal of article 370 in Jammu Kashmir threat of terrorist attack high alert in 7 states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X