For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Maharashtra: વિધાનસભા સ્પીકરની પસંદગી બાદ ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસે કહી મોટી વાત

Maharashtra: વિધાનસભા સ્પીકરની પસંદગી બાદ ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસે કહી મોટી વાત

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરની આજે પસંદગી થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા નાના પટોલને વિધાનસભા સ્પીકર બનાવવામાં આવ્યા છે. નાના પટેલનો સ્પીકર બનાવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ તેમની વિરુદ્ધ પોતાના પહેલા ઉમેદવારનું નામ પરત લઈ લીધું છે. ફડણવીસે કહ્યું કે અમે કિસન ઠાકોરેના નામનો પ્રસ્તાવ વિધાનસભા સ્પીકર પદ માટે આગળ વધાર્યો હતો, પરંતુ સર્વદળીય બેઠકમાં તમામ પાર્ટીઓએ અપીલ કરી- આ પરંપરા રહી છે કે સ્પીકરરની ઉમેદવારી નિર્વિરોધી રહે છે, જેથી અમે અપીલ સ્વીકારતા અમારા ઉમેદવારનું નામ પાછું ખેંચી લીધું.

devendra fadnavis

ખેડૂત પરિવારથી આવે છે નાના પટોલે

જ્યારે કોંગ્રેસ નેતા નાના પટોલેને વિધાનસભા સ્પીકર બનાવવાને લઈ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે નાના પટોલ ખેડૂત પરિવારથી આવે છે અને હું આ વાતને લઈ બહુ આશ્વસ્ત છું કે તેઓ સૌકોઈને ન્યાય આપશે. અગાઉ એનસીપીના નેતા છગન ભુજબળે કહ્યું કે વિધાનસભા સ્પીકર પદ માટે વિપક્ષે પણ ઉમેદવાર ઉતાર્યા હતા, પરંતુ અન્ય ધારાસભ્યોના અનુરોધ અને વિધાનસભાની ગરીમાને બનાવી રાખવા માટે તેમણે નામ પરત લઈ લીધું.

ફ્લોર ટેસ્ટ પાસ કર્યો

ઉલ્લેખનીય છે કે અગાઉ શનિવારે ઉદ્ધવ ઠાકરે સરકારે ફ્લોર ટેસ્ટ પાસ કરી લીધો હતો, બહુમત પરીક્ષણ દરમિયાન મહા વિકાસ અઘાડી સરકારના પક્ષમાં 169 વોટ પડ્યા. જ્યારે રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના એક ધારાસભ્ય સહિત 4 ધારાસભ્યોએ ફલોર ટેસ્ટમાં કોઈને પણ સપોર્ટ ન કર્યો. ચારેય ધારાસભ્ય તટસ્થ રહ્યા. અગાઉ ભાજપે ફ્લોર ટેસ્ટ દરિયાન સદનથી વૉકઆઉટ કર્યું. વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં જ ભાજપ તરફથી આને લઈ સતત સવાલો ઉઠાવવામાં આવ્યા.

નિયમોનું ઉલ્લંઘન

દિગ્ગજ ભાજપી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે નિયમો વિરુદ્ધ વિધાનસભા સત્ર બોલાવવામાં આવ્યું. મંત્રીઓએ ખોટી રીતે શપથ ગ્રહણ કર્યા. ભાજપ તરફથી ઉઠાવવામાં આવેલ સવાલો પર ખુદ ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભામાં જવાબ આપ્યો.

Maharashtra Assembly Speaker: નાના પટોલે બનશે વિધાનસભા સ્પીકર, ભાજપે કિસન કથોરેનું નામ પાછું ખેંચ્યુMaharashtra Assembly Speaker: નાના પટોલે બનશે વિધાનસભા સ્પીકર, ભાજપે કિસન કથોરેનું નામ પાછું ખેંચ્યુ

English summary
Maharashtra: Uddhav Thackeray and Devendra Fadnavis say big things after Assembly Speaker selection
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X