For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'સુલી ડીલ્સ' બાદ, 'બુલ્લી બાઈ' એપ પર થઇ રહી છે મુસ્લિમ મહિલાઓની 'હરાજી'

તમે 'સુલી ડીલ્સ' કેસથી વાકેફ હશો, જે ગયા વર્ષે જુલાઈમાં પ્રકાશમાં આવ્યો હતો. હવે છ મહિના બાદ સોશિયલ મીડિયા પર મુસ્લિમ મહિલાઓ વિરુદ્ધ સમાન અન્ય એપનો પર્દાફાશ થયો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : તમે 'સુલી ડીલ્સ' કેસથી વાકેફ હશો, જે ગયા વર્ષે જુલાઈમાં પ્રકાશમાં આવ્યો હતો. હવે છ મહિના બાદ સોશિયલ મીડિયા પર મુસ્લિમ મહિલાઓ વિરુદ્ધ સમાન અન્ય એપનો પર્દાફાશ થયો છે. 'બુલ્લી બાઈ' નામની એપ પર સેંકડો મુસ્લિમ મહિલાઓના ફોટા અપલોડ કરવામાં આવ્યા હતા, જેના પછી ઘણી મહિલાઓ અને તેમના પરિવારોએ પોલીસને ફરિયાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ ફેક એપ પર મુસ્લિમ મહિલાઓની તસવીરો અપલોડ કરીને તેની હરાજી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.

શું છે બુલ્લી બાઈ એપ?

શું છે બુલ્લી બાઈ એપ?

ઓપન સોર્સ પ્લેટફોર્મ GitHub (સોફ્ટવેર ડેવલપર) નો ઉપયોગ કરીને 'બુલ્લી બાઈ' નામની વિવાદાસ્પદ એપ પર મુસ્લિમ મહિલાઓની તસવીરો અપલોડ કરવામાંઆવ્યા બાદ હોબાળો થયો છે.

એપ પર અપલોડ કરાયેલી મુસ્લિમ મહિલાઓની તસવીરોમાં એક પત્રકાર છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર દાવો કર્યો હતો કે, ગિટહબપર 'સુલી ડીલ્સ'ની જેમ 'બુલી બાઈ' નામનું ગ્રુપ બનાવવામાં આવ્યું હતું.

મુસ્લિમ મહિલાઓમાં ગુસ્સો ફુટ્યો

મુસ્લિમ મહિલાઓમાં ગુસ્સો ફુટ્યો

મહિલા પત્રકારે એવો પણ દાવો કર્યો હતો કે, આ ગ્રુપ અથવા એપમાં મુસ્લિમ મહિલાઓની તસવીરો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ચોરી કરીને અહીં અપલોડકરવામાં આવે છે અને લોકોને તેમની 'ઓક્શન'માં ભાગ લેવાનો વિકલ્પ આપવામાં આવે છે.

આ મામલે સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યોછે, જ્યારે પોલીસને વહેલી તકે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે.

IT મંત્રી અશ્વિની વૈષ્ણવે શું કહ્યું?

IT મંત્રી અશ્વિની વૈષ્ણવે શું કહ્યું?

જે દરમિયાન માહિતી અને ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, એપ બનાવનાર શંકાસ્પદ ગુનેગારનું એકાઉન્ટ GitHub દ્વારા બ્લોક કરવામાં આવ્યું હતુંઅને પોલીસ અને કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT) આ બાબતની તપાસ કરી રહી છે.

આવા સમયે GitHub એ પણ ટ્વિટ કરીને પુષ્ટિ કરી છે કે,તેઓએ રવિવારના રોજ સવારે શંકાસ્પદનું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. પોલીસ અને CERT સાથે GitHub પણ તપાસમાં સહકાર આપી રહ્યું છે.

ઓવૈસી અને પ્રિયંકા ચતુર્વેદીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો

ઓવૈસી અને પ્રિયંકા ચતુર્વેદીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો

શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી અને ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ આ મામલે ટ્વિટર પરમહિલાઓનું સમર્થન કર્યું હતું.તેમણે આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવને પણ આ મામલાની નોંધ લેવા જણાવ્યું હતું.

ઓવૈસીએ ટ્વિટમાં જણાવ્યું હતું, 'શરમજનક!સત્તાધીશોની નિષ્ક્રિયતાએ આ ગુનેગારોને બેશરમ બનાવી દીધા છે.

અશ્વિની વૈષ્ણવ અને દિલ્હી પોલીસને આ મામલાની તપાસ કરવા અને કડક કાર્યવાહી કરવાવિનંતી કરવામાં આવી છે.

શું હતો 'સુલી ડીલ્સ' કેસ?

શું હતો 'સુલી ડીલ્સ' કેસ?

4 જુલાઈ, 2021 ના​રોજ ઘણા ટ્વિટર યુઝર્સે 'સુલી ડીલ્સ' નામની એપ્લિકેશનના સ્ક્રીનશૉટ્સ શેર કર્યા, જે GitHub પર અજાણ્યા જૂથ દ્વારા બનાવવામાં આવી હતી.

એપમાં 'સુલી ડીલ ઓફ ધ ડે'ની ટેગલાઈન હતી અને મુસ્લિમ મહિલાઓની તસવીરો સાથે પોસ્ટ કરવામાં આવી હતી.

ઉલ્લેખીય છે કે, 'સુલ્લી' એ મહિલાઓ વિરુદ્ધઉપયોગમાં લેવાતો અપમાનજનક શબ્દ છે. એપ બનાવનારા ગુનેગારો ગેરકાયદેસર રીતે સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી મુસ્લિમ મહિલાઓની તસવીરો ખેંચે છે અનેતેમને ટ્રોલ કરે છે. એટલું જ નહીં તે તસવીરોનો દુરુપયોગ કરે છે અને મહિલાઓને ઇન્ટરનેટ પર 'ઓક્શન' માટે બોલી લગાવે છે.

English summary
After 'Suli Deals', 'Auction' of Muslim women is taking place on 'After 'Suli Deals', 'Auction' of Muslim women is taking place on 'Bulli Bai' app.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X