ગો ફર્સ્ટે 15 મે સુધી ટિકિટના વેચાણ પર લગાવી રોક, DGCA એ યાત્રીઓના રિફંડ કરવાનો કર્યો આદેશ
નાગરીક ઉડ્ડયન મહાનિર્દેશાલયે બહાર પાડેલા નિર્દેશમાં કહેવામાં આવ્યુ છે કે, ગો ફર્સ્ટ એરલાઇન્સ તે યાત્રીઓનુ રિફંડ કરે જેમણે બુકીગ કરેલી ઉડાન રદ્દ કરવામાં આવી હતી. ઇંજન સપ્લાયર કંપની પ્રૈટ એન્ડ વ્હટની તરફથી ઇંજનોની સપ્લાઇ ન હોવાને કારણે એરલાઇન્સને 9 મે સુધઈની તમામ ઉડાન રદ્દ કરવી પડી છે. આ સાથે ગો ફર્સ્ટ 15 મે સુધી ટિકિટનું વેચાણ બંધ કરી દિધુ છે.

આ સાથે ગો ફર્સ્ટની તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, બુકિગ પહેલાથી જ કરવામાં આવી હતી. તેના પર વિચાર કરવામાં આવશે. ત્યાર બાદ જ બુકીગ સ્વીકાર્યન કરવામાં આવશે. તો આમામલે ડીજીસીએ 3 મે અને 5 મે ની ઉડાન રદ્દ કરવા માટે કંપનીને કારણ દર્શન નોટીસ ફટકારી છે.
આ નોટિસના જવાબમાં કંપની તરફથી કહેવામાં આવ્યુ હતુ કે, કંપની દિવાલીયા થવાની કગાર પર છે. આ માટે સરકારે તેને તેમાની બહાર કાઢે. આ જવાબ સાથે ડીજીસીએ ગો ફર્સ્ટ તરફથી અચાનક ઉડાન રદ્દ કર્યા બાદ યાત્રીઓની સમસ્યાઓને ઓછી કરવા માટે પ્રતિબદ્ધતા બતાવતા ગો ફર્સ્ટ યાત્રીઓનુ રિફંડની પ્રક્રીયા શરુ કરવાના નિર્દેશ આપ્યા હતા.












Click it and Unblock the Notifications
