Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઓગસ્ટા વેસ્ટલેન્ડઃ ઈડીએ કોર્ટમાં કહ્યુ - મિશેલે લીધુ મિસીઝ ગાંધીનું નામ

ઈડીએ અદાલતમાં કહ્યુ છે કે ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલીકોપ્ટર સોદા મામલે વચેટિયા ક્રિશ્ચયન મિશેલે મિસીઝ ગાંધી (સોનિયા ગાંધી) નું નામ લીધુ છે.

ઈડીએ અદાલતમાં કહ્યુ છે કે ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલીકોપ્ટર સોદા મામલે વચેટિયા ક્રિશ્ચયન મિશેલે મિસીઝ ગાંધી (સોનિયા ગાંધી) નું નામ લીધુ છે. જો કે ઈડીએ કહ્યુ કે કયા સંદર્ભમાં તેમનુ નામ લેવામાં આવ્યુ છે તેની હજુ સુધી કોઈ જાણકારી નથી. ક્રિશ્ચિયન મિસેલને શનિવારે દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. સુનાવણી દરમિયાન ઈડી તરફથી આ વાતો કહેવામાં આવી. કોર્ટે મિશેલને સાત દિવસની ઈડીની રિમાન્ડ પર મોકલી દીધો છે.

એચએએલ પાસેથી ડીલ છીનવીને ટાટાને આપવામાં આવી

એચએએલ પાસેથી ડીલ છીનવીને ટાટાને આપવામાં આવી

ઈડીએ અદાલતને જણાવ્યુ કે માઈકલે ઈટલીની મહિલાના પુત્ર વિશે પણ જણાવ્યુ છે જે દેશનો પ્રધાનમંત્રી બનશે. ઈડીએ કહ્યુ કે માઈકલે એ વાતનો પણ ખુલાસો કર્યો છે કે કેવી રીતે એચએએલ પાસેથી ડીલ છીનવીને ટાટાને આપવામાં આવી. સાથે ઈડીએ કોઈ આરથી સંબોધિત કરાતા વ્યક્તિ વિશે પણ કોર્ટને જણાવ્યુ છે જે માઈકલ અને બીજા લોકો વચ્ચે કડી હતો.

પીએમના ઈશારે ગાંધી પરિવારનું નામ લેવામાં આવી રહ્યુઃ કોંગ્રેસ

પીએમના ઈશારે ગાંધી પરિવારનું નામ લેવામાં આવી રહ્યુઃ કોંગ્રેસ

વળી, કોંગ્રેસે કહ્યુ કે દબાણ બનાવીને મિશેલ પાસે ગાંધી પરિવારનું નામ લેવા માટે કહેવામાં આવી રહ્યુ છે. કોંગ્રેસ નેતા આરપીએન સિંહે કહ્યુ કે પીએમ ઈડી પર દબાણ કરી રહ્યા છે કે આ કેસમાં ગાંધી પરિવારનું નામ લેવામાં આવે. આ પહેલા મિશેલનો એક પત્ર પણ સામે આવ્યો હતો. જે ફિનમેકેનિકા કંપનીના સીઈઓ જુગેપી ઓરસીને લખવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ કોંગ્રેસના અગ્રણી નેતાઓએ મનમોહનસિંહ પર આ સોદા અંગે દબાણ કરવામાં આવ્યુ હતુ.

ઈડી અને સીબીઆઈ કરી રહી છે તપાસ

ઈડી અને સીબીઆઈ કરી રહી છે તપાસ

મિશેલની હેલીકોપ્ટર સોદામાં સામેલગીરી અંગે ઈડી અને સીબીઆઈ તપાસ કરી રહી છે. 4 ડિસેમ્બરે ઓગસ્ટા વેસ્ટલેન્ડ મામલે ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવવામાં આવ્યો હતો. 2010માં થયેલા હેલીકોપ્ટર સોદામાં મિશેલ પર ઓગસ્ટા વેસ્ટલેન્ડના પક્ષમાં સોદો કરનાર ત્રણ વચેટિયામાંથી એક રૂપે સામે આવ્યો હતો. બીજા બે વચેટિયાના નામ રાલ્ફ ગિડો હેસ્કે અને કાર્લો ગેરોસા છે. આ સમગ્ર સોદો 3,600 કરોડ રૂપિયાનો હતો. કંપનીએ કથિત રીતે આ કરાર કરવા માટે મિશેલ દ્વારા લાંચ આપી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X