For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પી ચિદમ્બરમે બતાવી ભાજપની 4 ચાલ, પાંચમી ચાલની રાહ

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે કર્ણાટકમાં સુપ્રિમ કોર્ટના ફ્લોર ટેસ્ટનું સ્વાગત કર્યુ છે. ચિદમ્બરમે કહ્યુ કે ભગવાનનો પાડ છે કે ઉચ્ચતમ ન્યાયાલય છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે કર્ણાટકમાં સુપ્રિમ કોર્ટના ફ્લોર ટેસ્ટનું સ્વાગત કર્યુ છે. ચિદમ્બરમે કહ્યુ કે ભગવાનનો પાડ છે કે ઉચ્ચતમ ન્યાયાલય છે. એક ટીપ્પણી પણ છે કે રાજ્યના મામલા પર પક્ષો રાજ્ય ઉચ્ચ ન્યાયાલયમાં વિશ્વાસ નથી કરતા. તેમણે કહ્યુ કે જ્યારે 221 ચૂંટાયેલા પુરુષો અને મહિલાઓ એ નક્કી નથી કરી શકતા કે તેમાંથી કોણ બહુમતના વિશ્વાસનો આનંદ લે છે. આપણે પોતાને લોકતંત્ર કેમ કહીએ છીએ?

છેવટે ભાજપ કેટલી ચાલ ચાલશે?

છેવટે ભાજપ કેટલી ચાલ ચાલશે?

ભાજપ પર નિશાન સાધતા પી ચિદમ્બરમે કહ્યુ કે કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસ મત પર મતદાન પહેલા ભાજપ કેટલી ચાલ ચાલશે? તે કેટલી બાધાઓ નાખશે. સૌથી પહેલા એમને 15 દિવસ આપ્યા. બીજુ એંગ્લો ઈન્ડિયન સભ્યપદ, ત્રીજુ ગુપ્ત મતપત્ર. ચોથુ મિલીભગત વાળા અસ્થાયી સ્પીકર. પાંચમાંની શોધ ચાલુ છે. તમને જણાવી દઈએ કે સુપ્રિમ કોર્ટના મામલાની સુનાવણી કરતા ભાજપે આજે 4 વાગે વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે કહ્યુ છે.

સુપ્રિમ કોર્ટને સેલ્યૂટ

સુપ્રિમ કોર્ટને સેલ્યૂટ

ચિદમ્બરમે સુપ્રિમ કોર્ટના ચૂકાદાને સેલ્યૂટ કરતા કહ્યુ કે હવે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોએ પોતાના પક્ષની સાથે રહેવુ જોઈએ અને સંવિધાનને નિભાવવુ જોઈએ. કર્ણાટકમાં માત્ર એ જ દાવ પર નથી કે કોણ સરકાર બનાવશે પરંતુ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેનારા મતદાતાઓ સાથે ઉભા રહેશે અને તેમના મતનું સમ્માન કરશે. ભાજપની દરેક ચાલ ફેઈલ થઈ ચૂકી છે. મને ભરોસો છે કે બહુમત પરીક્ષણમાં ભાજપની દરેક ચાલ ફેઈલ છે, મને ભરોસો છે કે બહુમત પરીક્ષણમાં ભાજપ ઉંધે માથે પટકાશે. મને એ વાતનો પૂરો ફરોસો છે તે કોંગ્રેસ-જેડીએસ યેદિયુરપ્પાને હરાવવામાં સફળ થશે. સુપ્રિમ કોર્ટમાં જે રીતે વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ કરવાનો ચૂકાદો સંભળાવ્યો છે ત્યારબાદ તેને બધા નાગરિક પોતાના ટીવી પર જોઈ શકે છે.

સાંજે 4 વાગે ફ્લોર ટેસ્ટ

સાંજે 4 વાગે ફ્લોર ટેસ્ટ

તમને જણાવી દઈએ કે આજે સાંજે 4 વાગે વિધાનસભામાં યેદિયુરપ્પાને પોતાનો બહુમત સાબિત કરવાનો છે. વિધાનસભામાં થનાર ફ્લોર ટેસ્ટથી પહેલા ભાજપ અને કોંગ્રેસ-જેડીએસે એ વાતનો ભરોસો જતાવ્યો કે તે બહુમત સાબિત કરવામાં સફળ થશે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયુ કે છેવટે ભાજપ 104 ધારાસભ્યોના દમ પર પોતાના દમ પર બહુમત સાબિત કરશે.

English summary
ahead of karnataka floor test p chidambaram salute supreme court targets bjp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X