For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓરિસ્સાઃ માઓવાદીઓએ ચૂંટણી અધિકારીની હત્યા કરી, ગાડી ફૂંકી મારી

ઓરિસ્સાઃ માઓવાદીઓએ ચૂંટણી અધિકારીની હત્યા કરી, ગાડી ફૂંકી મારી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના બીજા તબક્કા પહેલા ઓરિસ્સામાં માઓવાદીઓએ ચૂંટણઈ પ્રક્રિયાને બાધિત કરવા માટે ચૂંટણઈ અધિકારીની ગાડીને આગને હવાલે કરી દીધી છે. માઓવાદીઓએ એક ચૂંટણી અધિકારીની ગોળી મારી હત્યા કરી, આ ઘટના બુધવારે કંધમાલ જિલ્લાના ગોછપાડા પોલીસ સ્ટેશન અંતર્ગત બારલા ગામમાં બની છે. જે ચૂંટણી અધિકારીને ગોળી મારી તેની ઓળખ સંજુક્તા ડીગલ તરીકે થઈ છે, જે ચૂંટણીની ડ્યૂટી માટે જઈ રહ્યાં હતાં, ત્યારે જ માઓવાદીઓએ તેમની ગાડી પર આઈઈડીથી હુમલો કર્યો. જો કે તેઓ આ બ્લાસ્ટમાં માંડ-માંડ બચ્યાં હતાં, પરંતુ માઓવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો, જેમાં તેનું મૃત્યુ થયું. અન્ય અધિકારી જે તેમની સાથે ચાલી રહી હતી, તે સુરક્ષિત છે.

naxal attack

ઘટના પર દુઃખ જતાવતા ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ટ્વીટ કર્યું. તેમણે લખ્યું કે આ ઘટનાથી બહુ દુઃખી છું, જેવી રીતે આ ઘટનામાં પોલિંગ અધિકારી સુજાક્તા દીગલની માઓવાદીઓએ હત્યા કરી મૂકી તે દુઃખદ છે. હું તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને દિવંગત આત્મા માટે પ્રાર્થના કરું છું.

અન્ય એક ઘટનાને પણ માઓવાદીઓએ અંજામ આપ્યો છે. માઓવાદીઓએ બે એસયૂવી અને એક બાઈકને આગને હવાલે કરી દીધી છે, જેમાં ચૂંટણી સંબંધિત માલ-સામાન લઈ જવામાં આવી રહ્યો હતો. આ ગાડીઓમાં 13 ચૂંટણી અધિકારીઓ સફર કરી રહ્યા હતા, જેવા આ લોકો ગાડીમાંથી ઉતર્યા કે માઓવાદીઓએ તેમાં આગ લગાવી દીધી. જણાવી દઈએ કે આજે ઓરિસ્સાની 5 લોકસભા સીટ પર મતદાન થનાર છે જેમાં બારગઢ, સુંદરગઢ, બોલંગીર, કંધમાલ, અસ્કા સામેલ છે.

આ પણ વાંચો- જેટ એરવેઝને લાગ્યું તાળું, આજ રાતથી જ બધી ઉડાણ રદ્દ, બેંકે પણ મદદ ન કરી

English summary
Ahead of Lok sabha elections 2019 phase two maoist killed polling officer in Odisha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X