For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેટ એરવેઝને લાગ્યું તાળું, આજ રાતથી જ બધી ઉડાણ રદ્દ, બેંકે પણ મદદ ન કરી

જેટ એરવેઝને લાગ્યું તાળું, આજ રાતથી જ બધી ઉડાણ રદ્દ, બેંકે પણ મદદ ન કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહેલ એરલાઈન્સ કંપની જેટ એરવેઝની મુશ્કેલી હવે ઉકેલાય તેવી નથી. આખરે કંપનીમાં તાળું લાગી ગયું છે. બેંકોએ જેટ એરવેઝને 400 કરોડ રૂપિયાનું ઈમરજન્સી ફંડ આપવાનો ઈનકાર કરી દીધો, જે બાદ કંપનીએ તમામ ઉડાણ બંધ કરવાનો ફેસલો કર્યો છે. જો જેટ એરવેઝ બંધ થઈ જાય છે તો 20,000 લોકો બેરોજગાર થઈ જશે.

જેટ એરવેઝ પર તાળું લાગ્યું

જેટ એરવેઝ પર તાળું લાગ્યું

4244 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવી ચૂકેલી કંપનીએ જાન્યુઆરીથી ન તો પાયલોટ કે ન તો કર્મચારીઓને પગાર આપી શકે અને ઓઈલ કંપનીઓને બાકીની રકમ પણ નથી ચૂકવી શકી. એટલું જ નહિ કંપની આજે એકપણ વિમાન ઉડાવવા માટે સમર્થ નથી.

ન મળી મદદ

ન મળી મદદ

જેટ એરવેઝે બેંક પાસે મદદ માટે હાથ લંબાવ્યા હતા. એસબીઆઈની આગેવાની વાળા કર્જદાતાઓના સમૂહે એરવેઝને 400 કરોડનું ઈમરજન્સી ફંડ આપવાનો ઈનકાર કરી દીધો. કંપનીએ બેંકોનું સંચાલન ચાલુ રાખવા માટે સહાયતા રાશીની પુકાર લગાવી, પરંતુ બેંકોએ તેમાં કોઈ રસ ન દાખવ્યો અને ફંડ આપવાનો ઈનકાર કરી દીધો, જે બાદ જેટ એરવેઝ પાસે કોઈ વિકલ્પ નથી બચ્યો.

નરેશ ગોયલને બોલીથી બહાર કર્યા

નરેશ ગોયલને બોલીથી બહાર કર્યા

સતત આર્થિક સંકટમાં ફસાઈ રહેલ જેટ એરવેઝને લીઝ પર વિમાન આપનાર કંપનીએ ડીજીસીએથી વધુ 4 ડઝન બોઈંગ 737 વિમાનોનું રજિસ્ટ્રેશન રદ્દ કરાવવા કહ્યું છે. આ કંપનીઓએ DGCAથી 48 વિમાનોનું ડી-રજિસ્ટર કરવાની અપીલ કરી. લીજકર્તાઓને જ્યારે આપાત ફંડની અપેક્ષા ખતમ થતી જણાઈ તો તેમણે ડજીસીએને રજિસ્ટ્રેશન રદ્દ કરવાની અપીલ કરી, જેથી તેઓ આ વિમાનોની બીજે ક્યાંક લીઝ પર લગાવી શકે. જ્યારે બીજી તરફ જેટ એવેઝના સંસ્થાપક નરેશ ગોયલે ખુદને બોલીથી બહાર કરી લીધા છે. એવું એટલા માટે કેમ કે એતિહાદ અને ટીપીજી પાર્ટનર્સે તેમના રહેવાથી ખુદને બોલીથી બહાર કરવાની ધમકી આપી હતી.

દેશભરમાં 500 કરતાં વધુ પતંજલિ પરિધાન શોરૂમ ખોલશે: રામદેવદેશભરમાં 500 કરતાં વધુ પતંજલિ પરિધાન શોરૂમ ખોલશે: રામદેવ

English summary
All jet airways flight, domestic and international, cancelled with immediate effect. The last flight will operate today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X