For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહેમદ પટેલના નિધનના શોકમાં કોંગ્રેસના બધા મુખ્યાલયો પર પાર્ટીનો ઝંડો 3 દિવસ ઝૂકેલો રહેશે

અહેમદ પટેલના નિધન બાદ પાર્ટી તરફથી બધા રાજ્યોના યુનિટને પાર્ટીના ઝંડાને આવતા ત્રણ દિવસ સુધી ઝૂકેલો રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વરિષ્ઠ કોંગ્રેસ નેતા અહેમદ પટેલના નિધન બાદ કોંગ્રેસ પાર્ટીમાં શોકની લહેર છે. અહેમદ પટેલના નિધન બાદ પાર્ટી તરફથી બધા રાજ્યોના યુનિટને પાર્ટીના ઝંડાને આવતા ત્રણ દિવસ સુધી ઝૂકેલો રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ બધા રાજ્યોના મુખ્યાલયોને અહેમદ પટેલના નિધનના શોકમાં આજે શોકસભા આયોજિત કરવા માટે કહેવામાં આવ્યુ છે. પાર્ટીના દિલ્લી સ્થિત મુખ્યાલયમાં પણ અહેમદ પટેલના નિધન બાદ પાર્ટીના ઝંડાને અડધો ઝૂકાવી દેવામાં આવ્યો છે.

Ahmed Patel

71 વર્ષીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે આજે દુનિયાને અલવિદા કહી દીધી.એક લાંબુ પરંતુ લો-પ્રોફાઈલ રાજકીય સફર પસાર કરનાર અહેમદ પટેલના નિધનથી માત્ર કોંગ્રેસી જ નહિ પરંતુ બીજા પક્ષોના લોકો પણ ખૂબ વધુ દુઃખી છે. શિવસેના સાંસદ સંજય રાઉતે અહેમદ પટેલના નિધન પર શોક પ્રગટ કરીને કહ્યુ કે બે દિવસ પહેલા જ હું અહેમદ પટેલના પરિવારને મળ્યો હતો અને સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ તેમના પરિવાર સાથે વાત કરી હતી.

બુધવારે સવારે અહેમદ પટેલ મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ કોરોનાથી સંક્રમિત હતા અને 15 નવેમ્બરથી મેદાંતામાં ભરતી હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નિધન પર બુધવારે શોક વ્યક્ત કર્યો અને કહ્યુકે તે સૌમ્ય અને મિલનસાર વ્યક્તિત્વના કારણે દરેક રાજકીય દળમાં તેમના મિત્ર હતા. વળી, પીએમ મોદીએ પણ અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કરીને ટ્વિટ કર્યુ કે અહેમદ પટેલજીના નિધનથી દુઃખી છુ. તેમણે સાર્વજનિક જીવનમાં ઘણા વર્ષો સમાજ સેવામાં વીતાવ્યા. પોતાના તેજ દિમાગ માટે જાણીતા અહેમદ પટેલને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવામાં તેમની ભૂમિકા માટે હંમેશા યાદ કરવામાં આવશે.

અહેમદ પટેલના નિધનથી દુઃખી રાઉતઃ વફાદારી કોઈ તેમનાથી શીખેઅહેમદ પટેલના નિધનથી દુઃખી રાઉતઃ વફાદારી કોઈ તેમનાથી શીખે

English summary
Ahmed Patel demise: All state units of congress to fly party flag at half-mast.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X