For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માનહાનિ કેસમાં અમદાવાદ કોર્ટમાંથી રાહુલ ગાંધીને મળ્યા જામીન

અમદાવાદ જિલ્લા સહકારી બેંક (એડીસીબી) ના ચેરમેન અજય પટેલ તરફથી દાખલ કરવામાં આવેલ ગુનાહિત માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદ જિલ્લા સહકારી બેંક (એડીસીબી) ના ચેરમેન અજય પટેલ તરફથી દાખલ કરવામાં આવેલ ગુનાહિત માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે. રાહુલ શુક્રવારે બપોરે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં હાજર થયા. અહીં તેમને કોર્ટમાંથી 15 હજારના મુચરકા પર જામીન મળી ગયા. વાયનાડ સાંસદ રાહુલ ગાંધી સામે આ કેસ નોટબંધીના સમયે બેંક પર આરોપો માટે કરવામાં આવ્યો હતો.

rahul gandhi

નોટબંધી દરમિયાન રાહુલ ગાંધી અને રણદીપ સૂરજેવાલાએ એડીસી બેંક ર 745 કરોડ રૂપિયાને વ્હાઈટ કરાવવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ નેતાએ કહ્યુ હતુ કે અમદાવાદ જિલ્લા સહકારી બેંકના નોટબંધીના પાંચ દિવસની અંદર બંધ થઈ ચૂકેલ 745.59 કરોડ રૂપિયાની નોટ બદલવાના ગોટાળામાં શામેલ હતો. જે અંગે અમદાવાદ જિલ્લા સહકારી બેંક અને તેના ચેરમેન અજય પટેલે ગુનાહિત માનહાનિની ફરિયાદ કરીને કેસ ફાઈલ કરાવ્યો હતો. અમિત શાહ એડીસી બેંકના નિર્દેશક છે.

માનહાનિ કેસમાં કોર્ટે એપ્રિલમાં સુનાવણી કરીને રાહુલ ગાંધીએ 27 મેના રોજ હાજર થવાના આદેશ આપ્યા હતા. રાહુલ ગાંધીના વકીલે કોર્ટને અપીલ કરી હતી કે તેમને થોડો વધુ સમય આપવામાં આવે. અદાલતે આનો સ્વીકાર કરીને રાહુલ ગાંધીને 12 જુલાઈએ કોર્ટ સામે હાજર થવાના આદેશ આપ્યા હતા. કોર્ટના આદેશ પર આજે રાહુલ અમદાવાદ પહોંચ્યા અને કોર્ટમાં હાજર થયા. તેમના વકીલે જામીનની માંગ કરી જેનો કોર્ટે સ્વીકાર કરી લીધો.

આ પણ વાંચોઃ હાઈકોર્ટમાંથી લાલુ યાદવને મોટી રાહત, દેવઘર કોષાગાર મામલે મળ્યા જામીનઆ પણ વાંચોઃ હાઈકોર્ટમાંથી લાલુ યાદવને મોટી રાહત, દેવઘર કોષાગાર મામલે મળ્યા જામીન

English summary
Ahmedabad Court grants bail to Rahul Gandhi in criminal defamation suit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X