For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાગવતના નિવેદન પર ભડક્યા ઓવેસી, ભારત ના ક્યારેય હિંદુ રાષ્ટ્ર હતુ, ના છે અને ના ક્યારેય હશે

ભાગવતના ભારતને હિંદુ રાષ્ટ્ર ગણાવવા પર ઓવેસીએ કહ્યુ કે ભારત ના ક્યારેય હિંદુ રાષ્ટ્ર હતુ અને ના ક્યારેય બનશે.

|
Google Oneindia Gujarati News

ભુવનેશ્વરમાં રાષ્ટ્રીય સ્વયંસવેક સંઘની મોટી બેઠકમાં ભાગ લેવા પહોંચેલા સંઘ પ્રમુખ મોહન ભાગવતે ભારત હિંદુ રાષ્ટ્રવાળા નિવેદનમાં હવે રાજકારણ ગરમાયુ છે. ભાગવતના નિવેદન પર ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈતેહાદુલ મુસ્લિમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસીએ નિશાન સાધ્યુ છે. ભાગવતના ભારતને હિંદુ રાષ્ટ્ર ગણાવવા પર ઓવેસીએ કહ્યુ કે ભારત ના ક્યારેય હિંદુ રાષ્ટ્ર હતુ અને ના ક્યારેય બનશે.

ભાગવતના નિવેદન પર ભડક્યા ઓવેસી

ભાગવતના નિવેદન પર ભડક્યા ઓવેસી

ઓવેસીએ રવિવારે ટ્વીટ કર્યુ, ‘ભાગવત હિંદુ નામ લખીને અહીં મારી ઈતિહાસ મિટાવી ના શકે. અહીં કામ નહિ કરે. તે એ ન કહી શકે કે અમારી સંસ્કૃતિ, શ્રદ્ધા અને ઓળખ હિંદુઓ સાથે જોડાયેલી છે. ભારત ના ક્યારેય હિંદુ રાષ્ટ્ર હતુ, ના છે અને ના ક્યારેય બનશે ઈંશાઅલ્લાહ.'

હિંદુ એક સંસ્કૃતિનુ નામ છેઃ ભાગવત

હિંદુ એક સંસ્કૃતિનુ નામ છેઃ ભાગવત

તમને જણાવી દઈએ કે શનિવારે ભુવનેશ્વરમાં એક બુધ્ધજીવી સંમેલનને સંબોધિત કરીને ભાગવતે કહ્યુ હતુ કે અમે હિંદુઓનો દેશ છે, હિંદુ રાષ્ટ્ર છે, હિંદુ કોઈ પૂજાનુ નામ નથી, ભાષાનુ નામ નથી, કોઈ પ્રાંત પ્રદેશનુ નામ નથી. હિંદુ સંસ્કૃતિ એક સંસ્કૃતિનુ નામ છે જે ભારતમાં રહેતા બધાની સાંસ્કૃતિક વારસો છે, તે સંસ્કૃતિ એક વૈશિષ્ટપૂર્ણ વિવિધતાને સ્વીકર અને સમ્માન કરતીસંસ્કૃતિ છે અને દુનિયામાં એકમાત્ર એવી સંસ્કૃતિ છે.

આ પણ વાંચોઃ છેલ્લા સપ્તાહની સુનાવણી પહેલા અયોધ્યામાં લગાવાઈ કલમ 144, બોલાવાઈ ફોર્સઆ પણ વાંચોઃ છેલ્લા સપ્તાહની સુનાવણી પહેલા અયોધ્યામાં લગાવાઈ કલમ 144, બોલાવાઈ ફોર્સ

‘સંઘને કોઈનાથી નફરત નથી'

ભાગવતે કહ્યુ હતુ કે સંઘને કોઈનાથી નફરત નથી અને ના તે નફરતનો પક્ષ લે છે, અમારા સંગઠનનો હેતુ માત્ર અને માત્ર ભારતમાં પરિવર્તન માટે બધા સમાજને સંગઠિત કરવાનો છે. અમે એકતા, પ્રેમ અને શાંતિમાં ભરોસો કરીએ છીએ. અમારી નજરમાં બધા ધર્મો સમાન છે અને બધાની ઈજ્જત પણ કરીએ છીએ. ભારતની વિવિધની પ્રશંસા કરીને કહ્યુ કે ભાગવતે કહ્યુ કે તેણે દેશને એક દોરીમાં બાંધેલુ છે. અહીંના લોકો વિવિધ સંસ્કૃતિ, ભાષા અને ભૌગોલિક સ્થળો છતાં પોતાને ભારતીય માને છે. આ અદ્વિતીય અહેસાસના કારણે મુસ્લિમ, પારતી કે અન્ય ધર્મોમાં વિશ્વાસ રાખતા લોકો પોતાને અહીં સુરક્ષિત માને છે.

‘અમે બધાને સાથે લઈને ચાલવામાં ભરોસો રાખીએ છીએ'

‘અમે બધાને સાથે લઈને ચાલવામાં ભરોસો રાખીએ છીએ'

તેમણે કહ્યુ કે યહૂદીઓ આમથી તેમ ફરતા હતા ભારતમાં તેમને આશ્રય મળ્યો, તેઓ અહીં સમ્માનપૂર્વક જીવી રહ્યા છે. પારસીયનની પૂજા અને મૂળ ધર્મ માત્ર ભારતમાં સુરક્ષિત છે. વિશ્વના સર્વાધિક સુખી મુસલમાન ભારતમાં મળશે, એ શું છે? કારણકે આપણે હિંદુ છીએ, આપણે બધાને સાથે લઈને ચાલવામાં ભરોસો રાખીએ છીએ.'

English summary
AIMIM chief Asaduddin Owaisi slammed Rashtriya Swayamsevak Sangh chief Mohan Bhagwat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X