
UP Election Result: યુપી ચૂંટણીમાં શું છે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના હાલ
નવી દિલ્લીઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે સામે આવી ચૂક્યા છે. સમાચાર લખાવા સુધી ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે અને પ્રચંડ જીત સાથે યોગી આદિત્યનાથ એક વાર ફરીથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની ખુરશી પર બેસવા જઈ રહ્યા છે. યુપીમાં ફરીથી ભાજપની સરકાર બનવા જઈ રહી છે. હાલમાં ભાજપને કેટલી સીટો મળી છે એ મતગણતરી પૂરી થયા બાદ જ જાણવા મળશે. ભાજપની આ મહાવિજય વચ્ચે અમે આપને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમની સ્થિતિ જણાવી રહ્યા છે. અત્યાર સુધીના ચૂંટણી પરિણામો મુજબ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી યુપીમાં પોતાનુ ખાતુ ખોલી શકી નથી.
યુપી ચૂંટણીમાં એઆઈએમઆઈએમનુ હજુ સુધી ખાતુ પણ ખુલ્યુ નથી. જે ઓવૈસી યુપીમાં પ્રચાર દરમિયાન મોટી સંખ્યામાં સીટ જીતવાનો દાવો કરી રહ્યા હતા તેમના બધા દાવા ખોટા સાબિત થઈ ગયા છે. સમાચાર લખાવા સુધી એઆઈએમઆઈએમુ ખાતુ નથી ખુલ્યુ નથી. એટલે કે યુપીની જનતાએ ઓવૈસીની પાર્ટીને નકારી દીધી છે. યુપીની મુસ્લિમ જનતાએ પણ ઓવૈસીને નકારી દીધી છે. યુપીમાં ચૂંટણીમાં ઑલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીને જોરદાર ભાગ લીધો અઆને 100ની આસપાસ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા અને દાવો કર્યો હતો કે તેમના લગભગ 25તી 30 ઉમેદવાર જીતશે પરંતુ તેમના દાવા દાવા જ રહી ગયા. એઆઈએમઆઈએમને યુપીમાં અત્યાર સુદી માત્ર 0.38 ટકા જ વોટ મળ્યા છે.