For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનના બાડમેરમાં એરફોર્સનું મિગ-21 વિમાન ક્રેશ થયુ, પાયલટનો બચાવ!

ભારતીય વાયુસેનાનું મિગ-21 બાઇસન ફાઇટર વિમાન બુધવારે બાડમેરમાં ક્રેશ થયું છે. ઘટનામાં પાયલટ સુરક્ષિત નીકળવામાં સફળ રહ્યો છે. આ અકસ્માત ટ્રેનિંગ દરમિયાન થયો છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય વાયુસેનાનું મિગ-21 બાઇસન ફાઇટર વિમાન બુધવારે બાડમેરમાં ક્રેશ થયું છે. ઘટનામાં પાયલટ સુરક્ષિત નીકળવામાં સફળ રહ્યો છે. આ અકસ્માત ટ્રેનિંગ દરમિયાન થયો છે. વિમાન ખેતરમાં ક્રેશ થયુ હતું અને ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી.

MiG-21

તમને જણાવી દઈએ કે આ પહેલા મે મહિનામાં પંજાબના મોગા જિલ્લામાં વાયુસેનાનું એક મિગ-21 વિમાન ક્રેશ થયું હતું. આ ઘટનામાં ભારતીય વાયુસેનાના પાયલોટનું મોત થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે તે સમયે વિમાન નિયમિત તાલીમ માટે ઉડાન ભરી રહ્યું હતું, જ્યારે તે અકસ્માતનો ભોગ બન્યું.

આ ઘટનામાં પોલીસ અને વાયુસેનાને પાયલોટને શોધવા માટે 3 કલાકનો સમય લાગ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે તે અકસ્માત વિસ્તાર નજીક 8 એકર ખેતરોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે મિગ વિમાન સતત ક્રેસ થતા રહે છે ત્યારે તેને ફલાઈંગ કોફિન જેવું નામ આપવામાં આવ્યુ છે. આ વિમાન અત્યારસુધીમાં કેટલાય પાયલટનો ભોગ લઈ ચુક્યા છે.

English summary
Air Force MiG-21 crashes in Barmer, Rajasthan, pilot rescued!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X