For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એરફોર્સની તાકાત વધશે, કેન્દ્રએ 2,236 કરોડના સંરક્ષણ સોદાને મંજૂરી આપી!

કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેનાની તાકાત વધારવા માટે 2,236 કરોડ રૂપિયાના સંરક્ષણ સોદાને મંજૂરી આપી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 નવેમ્બર: કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેનાની તાકાત વધારવા માટે 2,236 કરોડ રૂપિયાના સંરક્ષણ સોદાને મંજૂરી આપી છે. મંગળવારે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)ની બેઠકમાં એરફોર્સના આધુનિકીકરણ અને ઓપરેશનલ જરૂરિયાતો માટે રૂ. 2236 કરોડની દરખાસ્તો માટે મંજૂરીની જરૂરિયાત (AON)ને મંજૂરી આપવામાં આવી હતી.

indian airforce

'મેક ઈન ઈન્ડિયા' નીતિ હેઠળ રૂ. 2,236 કરોડના આ ખરીદ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે વાયુસેનાએ GSAT-7C સેટેલાઇટ અને ગ્રાઉન્ડ હબ્સ સોફ્ટવેર રેડિયોને રિયલ ટાઇમ કનેક્ટિવિટી માટે આ પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રોજેક્ટ અંગે સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે દેશમાં સેટેલાઇટ લોન્ચની સંપૂર્ણ ડિઝાઇન અને વિકાસ પર કામ કરવામાં આવશે. જેને આજે મંજૂર કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, ભારતીય સેનાની ત્રણેય પાંખને સતત મજબુત કરવા માટે કામ ચાલી રહ્યું છે. આ પહેલા પણ સેનામાં સતત નવા નવા હથિયારો સાથે સેનાને આધુનિક અને સશક્ત બનાવવા માટે કવાયત કરવામાં આવી છે. હમણા હમણા જ ભારતીય વાયુ સેનામાં સેનામાં રાફેલ વિમાન સામેલ થયા છે. આ ઉપરાંત યુદ્ધ વિમાનો અને હેલિકોપ્ટર માટે પણ સતત સોદા થતા રહ્યાં છે. ત્યારે હવે સરકારે વધુ એક મંજુરી આપી વાયુસેનાની તાકાત વધારવા માટે કદમ ઉઠાવ્યુ છે.

English summary
Air Force strength to increase, Center approves Rs 2,236 crore defense deal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X