જયપુરમાં એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો કેમ?
દિલ્હીથી મુંબઈ જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનમાં ટેકનિકલ ખામીના કારણે જયપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ફ્લાઇટ નંબર AI-612 બપોરે 1:58 વાગ્યે ઉડી હતી અને પછી સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવી હતી.
વિમાન દિલ્હીની ઈંદિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુંબઈ માટે 23 મિનિટની વિલંબ સાથે ઊડાન ભરી હતી. પરંતુ ટેકઓફ થયા પછી માત્ર 18 મિનિટમાં જ પાયલોટે વિમાનમાં તકનીકી દોષ જણાતાં તરત જ નિકટમ એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય લીધો.

જયપુર એરપોર્ટ પર બપોરે 2:16 વાગ્યે વિમાનનું સફળ ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું. તમામ યાત્રીઓ અને ક્રૂ સદસ્યો સલામત હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. વિમાનમાં શું ખામી સર્જાઈ હતી તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, હાલમા જ એર ઈન્ડિયાના ઘણા વિમાનો આવી ઘટનાઓ સર્જાઈ ચુકી છે. આ પહેલા અમદાવાદમાં પ્લેન ક્રેશ થતા 241 લોકોના મોત થયા હતા. આ સિવાચ દિલ્હી એરપોર્ટ પણ પણ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી.












Click it and Unblock the Notifications
