Air India 220 નવા બોઈંગ વિમાનો ખરીદશે, જો બાઈડને ડીલના વખાણ કર્યા
એર ઈન્ડિયા 220 વિમાનો ખરીદશે અને તેના માટે 34 અરબ રૂપિયા ચુકવશે. આ સિવાય કંપની પાસે 70 વધુ એરક્રાફ્ટ ખરીદવાનો વિકલ્પ હશે.
નવી દિલ્હી : ભારતની અગ્રણી એરલાઈન એર ઈન્ડિયાએ નવા વિમાન ખરીદવાની જાહેરાત કરી છે. આ માટે એર ઈન્ડિયાએ દુનિયાની અગ્રણી વિમાન બનાવનારી કંપની બોઈંગ સાથે ડીલ કરી છે. એર ઈન્ડિયાએ બોઈંગ પાસેથી 220 જેટલા વિમાનો ખરીદવા માટે કરાર કરતા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને આ ઘટનાને ઐતિહાસિક ગણાવી છે.

સામે આવી રહેલા સમાચારો અનુસાર, એર ઈન્ડિયા 220 વિમાનો ખરીદશે અને તેના માટે 34 અરબ રૂપિયા ચુકવશે. આ સિવાય કંપની પાસે 70 વધુ એરક્રાફ્ટ ખરીદવાનો વિકલ્પ હશે. સાથે સાથે કુલ 45.9 બિલિયન ડોલર ચુકવવાના થશે.
આ મુદ્દે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને એક નિવેદનમાં કહ્યું કે, અમેરિકા મેન્યુફેક્ચરિંગમાં વિશ્વનું નેતૃત્વ કરી શકે છે અને કરશે. એર ઈન્ડિયા અને બોઈંગ વચ્ચે ઐતિહાસિક ડીલથી 200થી વધુ અમેરિકન નિર્મિત એરક્રાફ્ટની ખરીદીની જાહેરાતથી હું ગર્વ અનુભવુ છુ. આ ખરીદી 44 રાજ્યોમાં 10 લાખથી વધુ નોકરીઓને ફાયદો થશે અને ઘણાને ચાર વર્ષની કોલેજ ડિગ્રીની જરૂર રહેશે નહીં. જો બાઈડને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને તેઓ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાની રાહ જોઈ રહ્યા છે.
આ સિવાય પીએમ નરેન્દ્ર મોદીએ પણ રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે પણ ફોન પર વાત કરી છે. આ મુદ્દે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાને ભારત-અમેરિકા સંબંધોને મજબૂત કરવા પર સંતોષ વ્યક્ત કર્યો છે. બંને નેતાઓએ એર ઈન્ડિયા અને બોઈંગ વચ્ચેના ઐતિહાસિક કરારનું સ્વાગત કર્યું છે તે બંને દેશોમાં રોજગારીની નવી તકો ઊભી કરવામાં મદદ કરશે. પ્રધાનમંત્રીએ બોઇંગ અને અન્ય અમેરિકન કંપનીઓને ભારતમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના વિસ્તરણથી ઊભી થયેલી તકોનો ઉપયોગ કરવા આમંત્રણ આપ્યું હતું.












Click it and Unblock the Notifications
