For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વધતા પ્રદૂષણ વચ્ચે દિલ્લીમાં ક્યારે થશે વરસાદ, હવામાન વિભાગે જણાવી તારીખ

દિલ્લીમાં વધતા પ્રદૂષણ વચ્ચે ભારતીય હવામાન વિભાગે એક રાહતના સમાચાર આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારી વચ્ચે દેશની રાજધાની દિલ્લી અને આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણના કારણે લોકો ઝેરી હવામાં શ્વાસ લેવા માટે મજબૂર છે. પવનની ગતિ ઘટ્યા બાદથી દિલ્લી-એનસીઆરમાં વાયુની ગુણવત્તા 'ખૂબ ખરાબ' સ્તરે પહોંચી ગઈ છે. ગુરુવારે સવારે 7 વાગે દિલ્લીમાં એર ક્વૉલિટી ઈન્ડેક્સ(એક્યુઆઈ) 317 નોંધવામાં આવ્યો છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે એક રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે દિલ્લી અને આસપાસના વિસ્તારાં 11 અને 12 ડિસેમ્બરે વરસાદ થવાની સંભાવના છે જેનાથી હવાની ક્વૉલિટીમાં સુધારો થશે.

weather

ભારતીય હવામાન વિભાગના અધિકારી કુલદીપ શ્રીવાસ્તવે આ વિશે વધુ માહિતી આપીને જણાવ્યુ કે, '11 અને 12 ડિસેમ્બરે દિલ્લી સહિત આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. આનુ કારણ છે કે આવતા બે દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયની ઉપરથી પસાર થશે. હિમાલયની ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ દિલ્લીનુ લઘુત્તમ તાપમાન 3થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે.'

કુલદીપ શ્રીવાસ્તવે આગળ જણાવ્યુ, '14 ડિસેમ્બરે દિલ્લીનુ તાપમાન એક વાર ફરીથી ઘટવાનુ શરૂ થશે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીર તરફથી આવતા ઉત્તર-પશ્ચિમી પવનો દિલ્લીની હવામાં ઠંડક વધારશે. આ ત્રણે રાજ્યોમાં હાલમાં થયેલ હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારમાં શીત લહેર જેવી સ્થિતિ બની શકે છે.'

શું Periods દરમિયાન મહિલા ગંદી અને અશુદ્ધ છે?શું Periods દરમિયાન મહિલા ગંદી અને અશુદ્ધ છે?

English summary
Air quality will improve due to rain poossibility in Delhi NCR on 11 and 12 December.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X