For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#SurgicalStrike2: મિરાજ 2000 જ નહિ બલકે સુખોઈ અને મિગ પણ ઓપરેશનમાં સામેલ હતા

મિરાજ 2000 જ નહિ બલકે સુખોઈ અને મિગ પણ ઓપરેશનમાં સામેલ હતા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈન્ડિયન એર ફોર્સના મિરાજ 2000 ફાઈટર જેટે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કૉન્વોય પર આત્મઘાતી હુમલાનો બદલો લીધો. મિરાજ 2000ને પસંદ કરવું રણનીતિ તરીકે ભારતીય વાયુસેના માટે આ અઘરો ફેસલો હતો. પરંતુ આ ઓપરેશનમાં માત્ર મિરાજ જ નહિ બલકે સુખોઈ અને મિગ-21 જેવાં ફાઈટર જેટ્સનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. ભારતીય વાયુસેનાના સૂત્રો તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ એરફોર્સના 12 મિરાજ જેટ્સ પીઓકેના બાલાકોટ સુધી દાખલ થયા અને અહીં પર તેમણે જૈશના ઠેકાણા પર હુમલો કર્યો.

sukhoi

સુખોઈએ મિરાજને કવર આપ્યું

12 મિરાજ 2000 ફાઈટર જેટએ 1000 કિલો વિસ્ફોટકો એલઓસી પાર આતંકીઓના કેમ્પ પર વરસાવ્યા. આ ઓપરેશનમાં ઈન્ડિયન એરફોર્સના સુખોઈ-30 એમકેઆઈ અને મિગ-21 પણ સામેલ હતાં. સુખોઈ અને મિગ-21 પણ ઓપરેશનમાં હતાં પણ તેમણે એલઓસી પાર નહોતી કરી. આ ફાઈટર જેટ્સને એરફોર્સે પ્લાન બી તરીકે તૈયાર રાખ્યાં હતાં. સુખોઈ ફાઈટરે મિરાજ 2000ને કવર આપ્યું તો મિગ-21ને સ્ટેન્ડ બાઈ પર રાખ્યું હતું. રાત્રે 3.30 વાગ્યે આઈએએફના 12 જેટ્સ કેપીકે પ્રાંતમાં દાખલ થયા અને અહીં પર તેમણે હુમલો કરવાનું શરૂ કર્યું. 21 મિનિટમાં મિરાજ 2000, લાસર ગાઈડેડ બોમ્બ, મેટ્રા મેજિક ક્લોજ કોમ્બેટ મિસાઈલ, લાઈટનિંગ પૉડ, નેત્રા એરબૉર્ન વૉર્નિંગ જેટ્સ, આઈએલ 78એમ, હેરૉન ડ્રોનની મદદથી બાલાકોટમાં હુમલો કર્યો. આ હુમલામાં જૈશના કેમ્પ તબાહ થયા અને કેટલાય આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા.

આ પણ વાંચો- ભારતની એર સ્ટ્રાઈક પર બોલ્યું પાકિસ્તાન, અમે પણ જવાબ આપવાનો અધિકાર ધરાવીએ છીએ

English summary
Air Strike: Now just Mirage 2000 but Indian Air Force's Sukhoi and Mig jets were also the part of operation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X