For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવાઈ મુસાફરી બનશે મોંઘી, મોદી સરકારે ફરીથી લઘુતમ ભાડું વધાર્યું – BBC Top News

હવાઈ મુસાફરી બનશે મોંઘી, મોદી સરકારે ફરીથી લઘુતમ ભાડું વધાર્યું – BBC Top News

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

એક તરફ દેશમાં પેટ્રોલ-ડીઝલ અને ખાદ્યતેલોના ભાવ વધી ગયા છે, તો બીજી તરફ હવે હવાઈ મુસાફરી પણ મોંઘી બનશે.

'ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારે ફ્લાઇટ્સના લઘુત્તમ દરોમાં ફરી એક વાર વધારો કર્યો છે. અને ઍરલાઇન્સને તેની કૂલ ફ્લાઇટ્સના 50 ટકા ક્ષમતા સાથે ઑપરેટ કરવા પણ છુટ આપી છે.

40 મિનિટની જે ફ્લાઇટના લઘુતમ દર 2300 રૂપિયા હતા તેમાં હવે 13 ટકાનો વધારો કરી તેને 2600 રૂપિયા કરી દેવાયા છે.

જ્યારે 40થી 90 મિનિટની ફ્લાઇટના દર જે 2900 રૂપિયા હતા તેને વધારી 3300 રૂપિયા કરી દેવાયા છે.

60થી 90 મિનિટ માટે લઘુ્ત્તમ 4000 રૂપિયા જ્યારે 90થી 120 મિનિટ માટે 4700 રૂપિયા લઘુતમ ભાડુ નક્કી કરાયું છે.


મેહુલ ચોક્સીનો કોરોના રિપોર્ટ નૅગેટિવ, પણ હોસ્પિટલમાં દાખલ

મેહુલ ચોક્સીનો કોરોના રિપોર્ટ નેગેટિવ

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના અહેવાલ અનુસાર મેહુલ ચોક્સીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે નૅગેટિવ આવ્યો છે. પરંતુ તેમને કોઈક કારણસર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર તેમની પોલીસ કસ્ટડી પૂરી થયા બાદ હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. જોકે તેમને શું તકલીફ થઈ છે તેના વિશે કોઈ માહિતી પ્રાપ્ત નથી થઈ.

તેમને રોસેઉમાં ડૉમિનિકા ચાઇના ફ્રૅન્ડશિપ હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.


ઇપીએફઓએ નવા લાભ જાહેર કર્યાં, 1લી જૂનથી નિયમ પણ બદલાશે

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા પીએફ લાભકર્તાઓ માટેના નવા લાભ જાહેર કરાયા છે.

'ઇકૉનૉમિક્સ ટાઇમ્સ’ના અહેવાલ અનુસાર શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ઇપીએફઓ અને ઈએસઆઈ સંચાલિત યોજનાઓ હેઠળના વધારાના લાભ જાહેર કરાયા છે.

જેમાં કોરોનાને લીઘે મૃત્યુ પામનારા વીમાધારકના આશ્રિતને પેન્શન તથા ઈપીએફઓ સાથે સંકળાયેલ વીમા યોજનાની કૂલ સમ ઍસ્યોર્ડ રકમ રૂપિયા 6 લાખથી વધારી 7 લાખ કરી દેવાઈ છે.

મંત્રાલયે તેમના નિવેદનમાં કહ્યું કે કર્મચારીઓ કોરોનાને કારણે તણાવમાં છે અને ભયમાં છે. જેથી આ વધારાના લાભ જાહેર કરવામાં આવ્યા છે.

વળી સાથે જ 1લી જૂનથી એક નવો નિયમ પણ જાહેર કરાયો છે. જેમાં કર્મચારીની કંપનીએ ખાતાધારકનું આધાર ફરજિયાત લિંક કરવાનું રહેશે. અને જવાબદારી કંપનીની રહેશે.

જો આમ નહીં કરવામાં આવશે તો ખાતાધારકના ખાતામાં જતું યોગદાન અટકાવી દેવામાં આવશે.


કેદીએ કહ્યું મને કોરોનાકાળમાં જેલમાં સુરક્ષિત લાગે છે, બહાર નહીં જઈશ

https://www.youtube.com/watch?v=tpj7etfAKIo

મેરઠમાં એક રસપ્રદ બાબત સામે આવી છે. રાજ્ય સરકારે મેરઠ જેલમાં રહેલા 43 કેદીઓને કોરોનાને પગલે 8 સપ્તાહના ખાસ પેરોલ આપવા માટે મંજૂરી આપી હતી.

પરંતુ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર આશિષ કુમાર નામના કેદીએ ખુદ પેરોલ લેવાથી ઇન્કાર કરી દીધો છે.

કેદીનું કહેવું છે કે તેને કોરોનાકાળમાં બહાર કરતા અંદર વધારે સારુ લાગે છે. સરકારે તેની આ વાત માનીને પેરોલ પરત લઈ લીધા છે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=sSLOD9DRI2k

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Air travel will become expensive, Modi government again increased the minimum fare
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X