એરસેલ-મેક્સિસ કેસઃ પી ચિદમ્બરમ અને કાર્તિને સ્પેશિયલ કોર્ટે આપ્યા આગોતરા જામીન

એરસેલ મેક્સિલ કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમનો રાઉઝ એવન્યુ કોર્ટમાંથી રાહત મળી ગઈ છે.

એરસેલ મેક્સિલ કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમનો રાઉઝ એવન્યુ કોર્ટમાંથી રાહત મળી ગઈ છે. સ્પેશિયલ કોર્ટે ઈડી અને સીબીઆઈ મામલે પી ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરને આગોતરા જામીન આપી દીધા છે. સ્પેશિયલ કોર્ટે એક-એક લાખ રૂપિયાના જાત મુચરકા પર આગોતરા જામીન આપ્યા છે. હાલમાં ચિદમ્બરમ આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈની કસ્ટડીમાં છે. સીબીઆઈના રિમાન્ડ આજે ખતમ થઈ રહ્યા છે. ત્યારબાદ આજે તપાસ એજન્સી પૂર્વ કેન્દ્રીય મંત્રીને કોર્ટમાં હાજર કરશે.

chidambaram

કોર્ટે કાર્તિ અને પી ચિદમ્બરમને ઈડી અને સીબીઆઈ તપાસમાં સહયોગ કરવા કહ્યુ છે. વાસ્તવમાં આ આગોતરા જામીનનો ઈડી અને સીબીઆઈ વિરોધ કરી ચૂકી હતી. ઈડી અને સીબીઆઈનું કહેવુ હતુ કે તપાસને આગળ વધારવા માટે આરોપીઓની પૂછપરછ કરવા મેટ કસ્ટડી જોઈએ. એવામાં આરોપીઓની ધરપકડ પર લાગેલી રોક હટાવવામાં આવે.

કોર્ટે આરોપીઓ સામે કાર્યવાહી માટે અત્યાર સુધી સરકારી અનુમતિ ના આપવા પર તપાસ એજન્સીઓને ઝાટક્યા હતા. કોર્ટે તપાસ એજન્સીઓને ઝાટકીને કહ્યુ હતુ કે જો કેસની આગામી સુનાવણી સુધી ચાર્જશીટમાં નોંધાયેલા નામો સામે સરકાર પાસેથી પરવાનગી ન મળી તો કોર્ટ તપાસ એજન્સીઓ તરફથી નોંધાયેલ ચાર્જશીટની નોંધ નહિ લે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X