ઐશ્વર્યા રાયે પતિ, સાસુ અને નણંદ સામે નોંધાવી FIR, ‘રાબડીએ મારા વાળ ખેંચ્યા, મને મારી...
લાલુ યાદવના ઘરનો ઝઘડો સમાચારોમાં આવી ગયો છે કારણકે લાલુના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવની પત્ની ઐશ્વર્યા રાયે પોતાના પતિ, પોતાની સાસુ રાબડી દેવી અને પોતાની નણંદ મીસા ભારતી સામે એફઆઈઆર નોંધાવી.
એક વાર ફરીથી રાજદ પ્રમુખ લાલુ યાદવના ઘરનો ઝઘડો સમાચારોમાં આવી ગયો છે કારણકે લાલુના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવની પત્ની ઐશ્વર્યા રાયે પોતાના પતિ, પોતાની સાસુ રાબડી દેવી અને પોતાની નણંદ મીસા ભારતી સામે એફઆઈઆર નોંધાવી છે. પટનાના 10 સર્ક્યુલર રોડ સ્થિત રાબડીના આવાસ બહાર રવિવારે મોડી સાંજે ઐશ્વર્યાએ આરોપ લગાવ્યો કે રાબડી દેવીએ પોતાની મહિલા સુરક્ષાકર્મીઓ સાથે મળીને તેમના વાળ ખેંચ્યા અને મારપીટ કરીને ઘરમાંથી બહાર કાઢી દીધી.

તેજ પ્રતાપની પત્ની ઐશ્વર્યાએ લગાવ્યા સાસુ રાબડી પર આરોપ
આ વાતની પુષ્ટિ કરીને પોલિસ સ્ટેશનની એસએચઓ આરતી કુમારી જયસ્વાલે કહ્યુ કે પોલિસે ત્રણે લોકો સામે ઐશ્વર્યાની એફઆઈઆર મળી ગઈ છે અને હવે અમે આગળની કાર્યવાહી કરીશુ. આરતી જયસ્વાલે એ પણ જણાવ્યુ કે ઐશ્વર્યાનુ મેડીકલ કરાવવામાં આવ્યુ છે. તપાસમાં ઐશ્વર્યાના હાથમાં ઈજા લાગવા અને વાળ ખેંચવાની વાત સામે આવી છે. ઉલ્લેખનીય છે કે આ બીજી વાર છે કે જ્યારે ઐશ્વર્યાએ પોતાના સાસરિયાવાળા પર દૂર્વ્યવહારનો આરોપ લગાવ્યો છે.

રાબડીએ મારા વાળ ખેંચ્યા, મને મારી અને ભૂખી રાખી - તેજની પત્ની
ઐશ્વર્યાએ કહ્યુ મારા માતાપિતાના વિરોધમાં પટનાની બીએમ કોલેજમાં વાંધાજનક પોસ્ટર લાગ્યા હતા. જેના વિશે જ્યારે મને ખબર પડી તો મે પોતાની સાસુને આ વિશે માહિતી માંગી તો રાબડી દેવી ભડકી ગઈ અને તેમણે મહિલા સુરક્ષાકર્મી સાથે મળીને મારા વાળ ખેંચ્યા, મારા સાથે મારપીટ કરી અને મારો મોબાઈલ ફોન છીનવી લીધો. મોબાઈલમાં આ ઘટનાને સાક્ષી હતા. મારો બધો સામાન રાખીને સુરક્ષાકર્મીઓની મદદથી મને ઢસડીને પોતાના ઘરની બહાર કાઢી દીધી.

મને જમવાનુ નથી આપતો તેજ પરિવારઃ ઐશ્વર્યા
ઐશ્વર્યાએ આરોપ લગાવ્યો કે આ સમગ્ર કેસની માહિતી તેમના દિયર તેજસ્વી પ્રતાપ યાદવને છે પરંતુ તે કંઈ પણ નથી કરતા. ઐશ્વર્યાએ રાબડી પર તેમને ભોજન ન આપવાનો આરોપ લગાવીને કહ્યુ કે આ પહેલા પણ સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ દરમિયાન પણ મને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી પરંતુ અદાલતના હસ્તક્ષેપ બાદ તે પોતાના ઘરમાં પાછી જઈ શકી હતી.

રાબડી દેવીને એક્સપોઝ કરીશઃ ચંદ્રિકા રાય
ઐશ્વર્યા રાયને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢવાની માહિતી મળતા જ તેમના પિતા ચંદ્રિકા રાય પત્ની પૂનમ રાય સાથે રાબડી દેવીના સરકારી આવાસ પર પહોંચ્યા. તેમણે કહ્યુ કે જે રીતે લાલુ પરિવારે તેમની પુત્રીને હેરાન કરી છે તેનો તે હવે આકરો જવાબ આપશે. અમે રાજકીય લડાઈ તો લડીશુ જ, રાબડી દેવીને એક્સપોઝ પણ કરીશુ. જે ઘરની મહિલાઓને સુરક્ષા નથી આપી શકતા, તે બહારની મહિલાઓને શું સુરક્ષા આપશે.

તેજ પ્રતાપ એક પાગલ છોકરો છેઃ ચંદ્રિકા રાય
ચંદ્રિકા રાયે પોતાના જમાઈ તેજ પ્રતાપને એક પાગલ છોકરો ગણાવ્યો અને કહ્યુ કે મારી દીકરીને હેરાન કરવાની સજા તેમણે ભોગવવી પડશે, આ લોકોએ મારી દીકરી સાથે યોગ્ય નથી કર્યુ.












Click it and Unblock the Notifications
