વારાણસીમાં મોદીને ટક્કર આપશે કોંગ્રેસના અજય રાય

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 એપ્રિલ: કોંગ્રેસે યુપીના વારાણસીથી પાર્ટી ઉમેદવારની જાહેરાત કરી દિધી. કોંગ્રેસે અજય રાયને વારાણસીથી પાર્ટીના ઉમેદવાર બનાવ્યા છે. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ચૂંટણી લડી રહ્યાં છે.

કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત બાદ વારાણસીમાં મુકાબલો રસપ્રદ હશે. અજય રાયને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરતાં કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે અજય રાય જમીન સાથે જોડાયેલા નેતા છે. તેમણે સફળતાપૂર્વક ઘણી ચૂંટણીઓ લડ્યા છે અને તે હાલમાં ધારાસભ્ય છે. પાર્ટી મુજબ તે વારાણસીથી યોગ્ય ઉમેદવાર છે.

અત્રે ઉલ્લેખનીય છે અજય રાય પિંડરાથી ધારાસભ્ય છે. અજય ભૂમિહાર સમુદાય સાથે સંબંધ ધરાવે છે. વારાણસી સંસદીય વિસ્તારમાં ભૂમિહાર સમુદાયની મોટી સંખ્યા છે. કદાચ એટલા માટે કોંગ્રેસે આ દાવ ખેલ્યો છે. અજય રાય પહેલાં ભાજપમાં હતા. વર્ષ 2009માં તેમણે સમાજવાદી પાર્ટીની ટિકીટ પરથી વારાણસીથી ચૂંટણી લડી હતે. તે ભાજપના મુરલી મનોહર સામે ચૂંટણી હારી ગયા હતા. અજય રાય ત્રીજા સ્થાને રહ્યાં હતા.

congress-supporters-600

ત્યારબાદ અજય રાય કોંગ્રેસની ટિકીટ પર વિધાનસભાની ચૂંટણી લડ્યા અને તે પિંડરાથી ધારાસભ્ય બન્યા. અત્રે ઉલ્લેખનીય છે કે વારાણસીથી લઇને કહેવામાં આવે છે કે કોંગેસ મહાસચિવ દિગ્વિજય સિંહને ઉમેદવાર બનાવવામાં આવી શકતા હતા. પોતે દિગ્વિજય સિંહે વારાણસીથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. નરેન્દ્ર મોદી ગુજરાતના વડોદરાથી ચૂંટણી લડી રહ્યાં છે. વડોદરાથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાહુલ ગાંધીના ખાસ મધુસુદન મિસ્ત્રીને ઉતાર્યા છે.

English summary
Ajai Rai from congress is contesting agaisnst BJP's PM candidate Narendra Modi. Ajay Rai is a MLA from Kolasla Constituency in Varanasi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X