For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંતિમ સમયમાં કસાબે જેલરને કહ્યું 'અલ્લાહ મુજે માફ કરે'

|
Google Oneindia Gujarati News

kasab
નવી દિલ્હી, 21 નવેમ્બર: મુંબઇ હુમલાના દોષી અને પાકિસ્તાની નાગરિક આતંકવાદી અજમલ કસાબને આજે સવારે સાડા સાત વાગ્યે પૂણાની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી. પરંતુ ફાંસી આપ્યાના પહેલા કસાબે પોતાના ગુનાઓ પર પસ્તાવો વ્યક્ત કરતા કહ્યું કે 'હલ્લાહ મુજે માફ કરે'. કસાબે યરવડા જેલના જેલરને કહ્યું કે 'અલ્લાહ કસમ.. અલ્લાહ કસમ ઐસી ગલતી ગવારા નહીં હોગી. હલ્લાહ માફ કરે મુજે.'

રાષ્ટ્રપતિએ મુંબઇ 26/11 હુમલાના ગુનેગાર આમિર અજમલ કસાબની દયાની અરજી નકારી કાઢી હતી. અજમલ કસાબે ફાંસીથી બચવા માટે રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી આપી હતી. પરંતુ રાષ્ટ્રપતિએ તેને નકારી કાઢી હતી. સૂત્રોના દ્વારા મળતી માહિતી મુજબ અજમલ કસાબને આર્થર રોડ જેલથી યરવડા જેલમાં કડક સુરક્ષા વચ્ચે ખસેડવામાં આવ્યો હતો. આ પ્રક્રિયા ખૂબ જ ગુપ્ત રીતે કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં ચાર વર્ષથી અજમલ કસાબ આર્થર રોડ જેલમાં બંધ હતો અને લગભગ તેની પાછળ 40 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું અનુમાન છે. અજમલ કસાબને 26/11 મુંબઇ હુમલામાં દોષી ગણવામાં આવ્યો હતો.

<strong>કસાબે કહ્યું મારી કોઇ અંતિમ ઇચ્છા નથી</strong>કસાબે કહ્યું મારી કોઇ અંતિમ ઇચ્છા નથી

મુંબઇ હુમલાના આતંકવાદી અજમલ કસાબને બુધવારે ફાંસી આપવામાં આવી છે. અજમલ કસાબને પુણેની યરવડાની જેલમાં લાવ્યા બાદ આજે સવારે લગભગ 7:30 વાગે ફાંસીની સજા આપવામાં આવી છે. ફાંસીએ ચડાવતાં પહેલાં અજમલ કસાબને તેની અંતિમ ઇચ્છા પૂછવામાં આવી હતી જેના જવાબમાં તેણે કહ્યું કે મારી કોઇ ઇચ્છા નથી, ના તો કોઇ ચાહત છે.

English summary
Ajmal Kasab Said sorry to God at last time before the hanging.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X