મોદીના નામ સામે અમને કોઇ વાંધો નથી : સુખબીર

દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન સુખબીર બાદલે કહ્યું કે ભાજપ એનડીએની સૌથી મોટી પાર્ટી છે માટે પોતાનો નેતા પસંદ કરવાનો તેને પૂરેપૂરો અધિકાર ભાજપને છે. અકાલી દળ ભાજપ તરફથી નક્કી કરવામાં આવેલ નેતાને પણ પૂરેપૂરુ સમર્થન આપશે.
ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી નરેન્દ્ર મોદીને આવનાર લોકસભા મતદાન માટે પાર્ટીના કેમ્પેઇન સમિતિના ચેરમેન બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. જોકે લોકો તેમને પીએમ પદના ઉમેદવાર તરીકે જુએ છે.
9 જૂનના રોજ ગોવામાં યોજાનારા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દરમિયાન આ વિષય પર નિર્ણય થવાની સંભાવના છે. એનડીએમાં માત્ર જનતા દળ યૂનાઇટેડ મોદીની વિરુદ્ધ માનવામાં આવી રહ્યું છે પરંતુ સુખવીરનું આ નિવેદન મોદી માટે રાહતના સમાચાર તરીકે જોવામાં આવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
